મેરાન્યૂઝ નેટવર્ક.ટોક્યોઃ દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિનું ઉત્તરી જાપાન સ્થિત તેમના નિવાસ સ્થાને નિધન થઈ ગયું છે. તે 113 વર્ષના હતા તેમના પરિવારે કહ્યું કે મસાજો નોનાકાનું મૃત્યું રવિવારે તડકે ઓશોરે સ્થિત તેમના ઘરમાં થયું છે. જે સ્થાન જાપાનના ઉત્તરમાં સ્થિત હોકાઈદોના મુખ્ય દ્વીપમાં છે.

મસાજોના પરિવારે કહ્યું કે, તેમનું મોત કુદરતી કારણોથી થયું છે. મસાજોનો પરિવાર ગત ચાર પેઢીઓથી હોટ સ્પ્રિંગ ઈન ચલાવતો આવે છે. 2018માં 112 વર્ષ 259 દિવસ પુરા કરવા પર તેમને દુનિયાના સૌથી વધુ ઉંમર સુધી જીવિત રહેનાર વ્યક્તિ તરીકેનું પ્રમાણ પત્ર ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની તરફથી અપાયું હતું. મસાજોનો જન્મ 25 જુલાઈ, 1905એ થયો હતો.

એબીસી ન્યૂઝ મુજબ, તેમના 106 વર્ષ પુરા હોટ સ્પ્રિંગ ઈન તેમની યૂકો ચલાવે છે. યૂકો મુજબ રવિવારે તેમના દાદા સામાન્ય નજરે પડી રહ્યા હતા, પરંતુ તેમની મોટી બહેનને લાગ્યું કે તે શ્વાસ નથી લઈ રહ્યા. તે પછી ફિમેલ ડોક્ટરને બોલાવાયા જેમમે મસાજોને મૃત જાહેર કર્યા હતા.

પરિવાર મુજબ, મસાજોને ગળ્યું ખાવું ઘણું પસંદ હતું. મસાજોના તમામ સાત ભાઈ બહેનોના પહેલા મોત થઈ ચુક્યા છે. અહીં સુધી કે તેમની પત્ની અને પાંચમાંથી ચાર બાળકોના પણ મૃત્યુ થઈ ચુક્યા છે.