મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વર્લ્ડકપની કેટલીક મેચોમાં ભારતીય ટીમ બ્લૂને બદલે ઓરેન્જ જર્સી પહેરીને ઉતરી શકે છે. આગામી 22 જૂને ભારતીય ટીમ અફગાનીસ્તાનનો સામનો કરશે જે પછી 30 જુને ઈંગ્લેન્ડ સાથે પણ મુકાબલો થશે.

એક ન્યૂઝ વેબસાઈટ નવભારત ટાઈમ્સના અહેવાલ મુજબ, સોશ્યલ મીડિયા પર પણ આ વાતની ચર્ચા થઈ રહી છે કે ટીમ ઈન્ડિયાની વૈકલ્પિક જર્સી કયા રંગની હશે. આ દરમિયાન એવું પણ કહેવાય છે કે ભારતીય ટીમ જ્યારે અફ્ગાનિસ્તાન સામે રમશે ત્યારે ઓરેન્જ જર્સી પહેરીને ઉતરે તેવી શક્યતાઓ છે. સાથે જ ઈંગ્લેન્ડ સામે રમતી વખતે પણ ટીમ ઓરેન્જ જર્સી પહેરીને રમવા ઉતરે તેવી શક્યતાઓ છે.

વેબસાઈટએ કારણ દર્શાવતાં કહ્યું કે આવું એટલે કે, અફ્ગાનિસ્તાન અને ઈંગ્લેન્ડ બંને ટીમોની જર્સીનો રંગ બ્લૂ છે. આઈસીસીના નિયમો મુજબ, કોઈ પણ એવા મેચમાં જેમાં પ્રસારણ ટીવી પર થતું હોય તેમાં બંને ટીમોની જર્સીનો રંગ એક જેવો પહેરીને ન ઉતરી શકે. આ નિયમ ફૂટબોલના હોમ એન્ડ અવે સ્પર્ધાઓમાં પહેરાતી જર્સીથી પ્રેરીત થઈ બનાવાયો છે.

ટીમ ઈન્ડિયાની જર્સી બ્લૂ છે અને તેમાં કોલરનો રંગ ઓરેન્જ છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે આ ઈંગલેન્ડ સામે રમાતી મેચમાં ઉંધું થઈ શકે છે. ટીમ ઈન્ડિયાની જર્સી ઓરેન્જ અને જેમાં કોલર પટ્ટી બ્લૂ રંગની હોઈ શકે છે. સાથે જ સંભાવના છે કે, ઈંગ્લેન્ડ સામે તમામ વનડે મેચોમાં ભારતની જર્સીનો રંગ બદલાયેલો હોય.

યજમાન ટીમને આવા કેસમાં છૂટ મળશે. એવા નિયમમાં કોઈ પણ યજમાન ટીમને પોતાની પૂર્વ નિર્ધારિત રંગની જર્સી પહેરવાની પરવાનગી હોય છે. વર્લ્ડ કપની હાલની સીઝન ઈંગ્લેન્ડમાં રમાય છે અને યજમાન હોવાના કારણે તેને પૂર્વ નિર્ધારિત બ્લૂ રંગની જર્સી પહેરવાની પરવાનગી છે.

ફાફ ડુ પ્લેસિસની કેપ્ટન્સીની ટીમ સાઉથ આફ્રીકાએ બાંગ્લાદેશની ગ્રીન જર્સીને જોતાં પીળા રંગની જર્સી પહેરી હતી. જોકે પાકિસ્તાનની જર્સીનો પણ રંગ ગ્રીન છે અને તેને છૂટ અપાઈ હતી. આ કેસમાં વેબસાઈટના સૂત્રો કહે છે કે, ભારતીય ખેલાડિયોએ ગત અઠવાડિયા પહેલા પોતાની જર્સી જોઈ ન હતી.

જોકે કેટલાક સ્ટેકહોલ્ડર્સને હજુ પણ જાણકારી નથી કે ટીમ નવા રંગની જર્સી પહેરવાની જરૂરત છે કે નથી. ભારતીય ટીમની કિટ સ્પોન્સર કંપની નાઈકના પ્રવક્તાએ આ અંગે કાંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝિલેન્ડ અને વે. ઈન્ડિઝને પોતાની જર્સીનો રંગ બદલવાની જરૂરત નથી કારણ કે તેમની જર્સીનો રંગ કોઈ અન્ય ટીમના જર્સીના રંગ સાથે મળતો નથી.