મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ઓલિમ્પિકમાં મેડાલિસ્ટ નિશાને બાજ અને  કેન્દ્રીય રમત મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ સાથે મેરીકોમની ફ્રેન્ડલી ફાઈટનો એક વિડીયો વાયરલ થયો હતો. જેના બાદ, આજે મેરીકોમે ૬ મી વખત વર્લ્ડ વુમન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ૬મી વખત જીત હાંસિલ કરી છે. મેરી કોમે આ ખિતાબ મેળવીને છ વખત મેડલ મેળવનાર ભારતીય મહિલા તરીકેનો રેકોર્ડ સર્જ્યો છે.

ભૂતપૂર્વ શૂટિંગ ચેમ્પિયન રાઠોડ દિલ્લી ખાતે ઇંદિરા ગાંધી 1લી નવેમ્બેરે સ્ટેડિયમમાં હતા અને 15મી  નવેમ્બરે ચાલુ થયેલી રોજ ટુર્નામેન્ટ  પહેલા બોક્સર સાથે વાતચીત કરવા ગયા હતા.  મેરી કોમ બ્રાન્ડ એમ્બેસેડરની પસંદગી કરવામાં આવી હતી અને તેણે ઇવેન્ટ માટે ભારતીય ટીમનું નેતૃત્વ  કર્યું હતું.

આજે મેરીકોમે ઈતિહાસ રચી વુમન બોક્સિંગ ચેમ્પિયનશીપનો ગોલ્ડ મેડલ ૬મી વખત જીત્યો છે.

મેરીકોમ  35 વર્ષીય  મેરીકોમ  ત્રણ બાળકોની માતા છે  અને ૪૮ કિલો વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં ચીનની વું યુને પરાજિત કર્યા બાદ, સેમી ફાઈનલમાં નોર્થ કોરિયાની કિમ હ્યાંગને હરાવીને આજે  વર્લ્ડ વુમન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં તેણે યુક્રેનની હન્ના ઓખાહોટાને 5-૦ થી હરાવીને  છઠ્ઠા ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. મેરીકોમે  વર્લ્ડ ચેમ્પિયનશીપનો ખિતાબ 2010માં  જીત્યો હતો.