મેરાન્યૂઝ નેટવર્ક.વોશિંગટનઃ વિશ્વ બેન્ક મુજબ ભાજપની અર્થવ્યવસ્થામાં ગત એક વર્ષમાં કોરોના મહામારી અને દેશ વ્યાપી લોકડાઉન છત્તાં ઉલ્લેખનીય ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વ બેન્કે પોતાના હાલના રિપોર્ટમાં ભવિષ્યવાણી કરી છે કે નાણાકીય વર્ષ (21-22)માં દેશની વાસ્તવીક જીડીપી ગ્રોથ 7.5 થી 12.5 ટકા સુધી રહી શકે છે.

વિશ્વ બેન્ક અને આંતરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ)ની વાર્ષિક સ્પ્રિંગ બેઠકના પહેલા જાહેર પોતાની સાઉથ એશિયા ઈકોનોમિક ફોક્સ રિપોર્ટમાં કહ્યું કે કોરોના મહામારી આવવાથી પહેલા જ અર્થવ્યવસ્થા ધીમી હતી. તેમાં કહેવાયું છે કે નાણાકીય વર્ષ 2017માં 8.3 ટકા પહોંચ્યા પછી નાણાકીય વર્ષ 2020માં વિકાસ દર ઘટીને 4.0 ટકા સુધી પહોંચી ગયો હતો.


 

 

 

 

 

દક્ષિણ એશિયા ક્ષેત્રના માટે વિશ્વ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી હંસ ટિમરે કહ્યું, આ આશ્ચર્યજનક છે કે ભારત એક જ વર્ષ પહેલાની તુલનામાં કેટલું આગળ આવી ગયું છે. જો આપ એક વર્ષ પહેલા વિચારો તો અભૂતપૂર્વ પતન જોવા મળતું હતું. વેક્સીનને લઈને કોઈ સ્પષ્ટતા ન્હોતી. બીમારી અંગે મોટી અનિશ્ચિતતા હતી અને હવે જો આપ તેની તુલના કરો છો, તો ભારતની અર્થવ્યવસ્થામાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. રસીકરણ શરૂ કરી દીધું, વેક્સીનના પ્રોડક્શનમાં પણ અગ્રણી છે.

અધિકારીએ કહ્યું કે જોકે, સ્થિતિ હજુ પણ અવિશ્વસનીય રુપથી પડકારજનક છે, ભારતમાં દરેકનું રસીકરણ એક પડકાર છે. મોટાભાગે લોકોએ પડકારને ઓછો કરીને આંક્યો છે.