મેરાન્યૂઝ નેટવર્ક.ગુયાનાઃ મહિલા ટી-20 વિશ્વ કપ ક્રિકેટમાં ભારત શનિવારે ઓસ્ટ્રેલિયાના સામે પોતાની આખરી લીગ મેચ રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને જ ટુર્નામેન્ટના સેમીફાઈનલમાં પહોંચી ચુક્યા છે. એવામાં બંને ટીમોના માટે આ મેચ ઔપચારિક્તા છે. જોકે, આ મેચમાં ભારત સામે ઓસ્ટ્રેલીયાનું પલડું ભારે છે. ટી-20 વિશ્વકપમાં ભારત એક વાર પણ ઓસ્ટ્રેલિયાને હરાવી શક્યું નથી. વર્લ્ડ કપમાં બંને ટીમો છ વર્ષ બાદ એક સામે રમશે.

મહિલા ટી-20માં ભારત અને ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી બે વાર એક બીજાના આમને સામને આવી ચુકી છે. બંને વખત ઓસ્ટ્રેલિયાએ બાજી મારી છે. ઓસ્ટ્રેલિયાએ ટી-20 વર્લ્ડ કપમાં ભારતને પહેલી વાર 13 મે 2010એ ગ્રાસ આઈલેટ (વેસ્ટઈંન્ડિઝના સેંટ લસિયા)માં સાત વિકેટથી હરાવ્યું હતું. તે પછી શ્રીલંકાના ગાલેમાં 27 સપ્ટેમ્બર, 2012 ને દિવસે 8 વિકેટથી હરાવ્યું હતું.

ભારત અને ઓસ્ટ્રેલિયા ટી-20 માં અત્યાર સુધી 14 વાર એક બીજાની સામે રમી ચુક્યા છે. તેમાંથી ઓસ્ટ્રેલિયાએ 11 વખત જીત મેળવી છે. ત્યાં ભારતીય ટીમે ફક્ત 3 વાર જ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ભારતીય ટીમએ આખરી વખતે 31 જાન્યુઆરી 2016એ ઓસ્ટ્રેલિયા સામે ટી-20 મુકાબલો જીત્યો હતો. ત્યારે ભારતને સિડનીમાં ઓસ્ટ્રેલિયાને 15 રનથી હરાવ્યું હતું.

આ વર્લ્ડ કપમાં ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તે વિશ્વ કપમાં પહેલી વાર સતત ત્રણ મેચ જીતવામાં સફળ રહ્યું છે. ટુર્નામેન્ટની ટોપ 10 બેટ્સમેન્ટની વાત કરીએ તો તેમાં ભારતેના ત્રણ ખેલાડીઓ શામેલ છે. કપ્તાન હરમનપ્રીત કૌર 124 રન સથે સૌથી વધુ રન બનાવનાર ભારતીય છે. બીજા નંબર પર મિતાલી રાજ છે અને તેના 107 રન છે. ત્રીજા સ્થાન પર જેમિમા રોડ્રિગેજ છે જેના રન 93 છે.

ટીમના ખેલાડીઓ આ પ્રકારે છે

ભારતઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, મિતાલી રાજ, જેમિમા રોડ્રિગેજ, વેદા કૃષ્ણામૂર્તિ, દિપ્તિ શર્મા, તાનિયા ભાટિયા (વિકેટકીપર), પૂનમ યાદવ, રાધા યાદવ, અનુજા પાટીલ, એક્તા બિષ્ટ, દયાલન હેમલતા, માનસી જોશી, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી

ઓસ્ટ્રેલિયાઃ મેઘન લેનિંગ (કેપ્ટન), નિકોલ બોલ્ટન, નિલોક કારે, એશ્વે ગાર્ડનર, રચેલ હાયનેસ, એલિસે હિલી, જેસ જોનાસેન, ડેલિસા કિમમિંસે, સોફી મોલીનેયુક્સ, બેથ મૂની, એલિસે પૈરી, મેગન શટ, એલિસે વિલાની, ટાયલા વાલેમિનક, જોર્જિયા વારેહૈમ.