મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ જીસીએસ હોસ્પિટલ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જીસીએસ હોસ્પિટલની મહિલાઓ માટેના આ ખાસ કાર્યક્રમમાં આ વર્ષની થીમ "ચુઝ ટુ ચેલેન્જ" અંતર્ગત શોર્ટ ફિલ્મ, પ્લેજ વોલ, બેસ્ટ-ડ્રેસ સ્પર્ધા, ગેમ્સ-રમતો, ફોટો-સેશન જેવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં 200+ મહિલા સ્ટાફે ભાગ લીધો હતો. જીસીએસ હોસ્પિટલમાં કાર્ય ક્ષેત્રે અસાધારણ યોગદાન આપવા બદલ 19 મહિલા સ્ટાફ-ડોક્ટરો, નર્સોનું તેમની સફળતા અને સિદ્ધિઓ માટે મુખ્ય મહેમાન ડો. આશા શાહ (પ્રોફેસર - મેડિસિન વિભાગ), ડો. હીના છાનવાલ (હેડ - એનેસ્થેશિયા) તેમજ નેહા લાલ (સિનિયર મેનેજર - ઓપરેશન્સ અને એચઆર)ના હસ્તે "જીસીએસ વુમન ચેમ્પિયન" એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ ડ્રેસ સ્પર્ધા હેઠળ ત્રણ સ્ટાફને "જીસીએસ દિવા" ઇનામ આપવામાં આવ્યું હતું. તમામ મહિલાઓએ તેમના સપનાઓ પુરા કરવા-પડકારોનો કઈ રીતે ચેલેન્જ લઇ સામનો કરશે તે વ્યક્ત કરવા માટે પ્લેજ-પ્રોમિસ લખી હતી અને તેને ખાસ પ્રતિજ્ઞા-પ્રોમિસ વોલ પર લગાવવામાં આવી હતી.


 

 

 

 

 

જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. જીસીએસ હોસ્પિટલ હવે સંપૂર્ણપણે નોન-કોવિડ હોસ્પિટલ છે જ્યાં સાવચેતીના તમામ જરૂરી પગલાં સાથે બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમત રીતે ઉપલબ્ધ છે. સારી તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.