દિલિપ ક્ષત્રિય (મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ) : વાત અમદાવાદની છે,,,વિસ્તાર ભારતની સૌથી મોટી મેનેજમેન્ટ સંસ્થાવાળો છે,આ વિસ્તાર માં એક જિમ આવેલું છે,(ચાર-પાંચ બ્રાન્ચ ધરાવતું કહેવાતું પ્રતિષ્ઠિત )જે અવારનવાર મહિલાઓ સાથે ગેરવર્ણતુક ના મામલે ખુબ કુખ્યાત છે ,ત્યાં એક મહિલા રેગ્યુલર ફિટ રહેવા માટે જતી,( વડાપ્રધાનના ફિટઇન્ડિયા મુવમેન્ટની જેમ) કોઈ મહિલા જિમમાં જાય,ફિટ રહેવા જાય એમાં ખોટું પણ શું છે ? મહિલા રેગ્યુલર આ જિમની મેમ્બર બની ને કસરત કરવા આવતી ત્યારે ત્યાં કેટલાક બાવડાબાજી શિખવાડનાર (ટ્રેનર) લોકો પણ ત્યાં હાજર રહેતા,આમ તો આ મહિલા મીડએજ ની છે,પણ એક જિમ ટ્રેઇનરને આ મહિલા માં રસ પડી ગયો,મહિલાના અંગત જીવનની વાત કરીએ તો એના પતિ સાથે એનું બનતું પણ નહતું,વાત છુટ્ટાછેડા સુધી પહોંચી ગઈ હતી,એટલે સ્વાભાવિક છે બેન એમના માટે કે એમની દુઃખ તકલીફો માટે કોઈ સહારાનો ખભો શોધતા હતા, કેમકે છૂટાછેડા પછી બેન ની જિંદગી હતી, ઘરે છોકરા હતા.

પરિવાર અને નવા જીવનની આશામાં બેનની આંખો જિમ માં બાવડાબાજ ટ્રેનર સાથે મળી ગઈ, બેન તો બિચારા નવા જીવનની આશા અપેક્ષામાં અને બાવડેબાજ ટ્રેનરના ચક્કર માં ફસાઈ ગયા,બંને વચ્ચે પ્રેમ પાંગર્યો,બેન પોતાનું સર્વસ્વ બાવડેબાજ ને આપી બેઠા.

બસ અહીં થી જ વાર્તાએ યુટર્ન લીધો,બેન તો સાચા પ્રેમ અને નવા જીવનની આશામાં પેલા બાવડેબાજને હ્ર્દય ( સોરી દિલ) આપી બેઠા હતા પણ પેલા બાવડેબાજની નિયત પહેલે થી ખોટી હતી,જેવી બેને પેલા બાવડેબાજ સાથ જીવન નિર્વાહના સપના જોવા ચાલુ કર્યા,કે એની સાથે બીજા લગ્નની વાતો શરૂ કરી કે તરત પેલા બાવડેબાજનું અસલી રૂપ સામે આવવા લાગ્યું, પેહલા તો બેનને પોતાના થી દૂર રાખવા માટે પોતે જ વાર્તા ઉભી કરી કે મારી પાસે નહિ આવતા જિમ માં બધા ને ખબર પડી ગઈ છે,પણ બેન માન્યા નહિ, એટલે બાવડેબાજે પહેલા બેનના ફોન બ્લોક કર્યા,પછી જિમ માં એમની સાથે વાતો ચિતો કરવાનું બંધ કર્યું ને ને એક ચોક્કસ પ્લાન હેઠળ બીજા બાવડેબાજ ટ્રેનર ને બેનની પાછળ લગાડી દીધા.

(આખું એક સુવ્યસ્થિત રેકટ ચાલે છે કે પહેલા એક વ્યક્તિ મહિલાને ફસાવે, પછી બીજા લોકો ને ખબર પડી ગઈ છે એમ કહી પોતે જ વાત ફેલાવે,અને બીજા ને પોતે જ પુરાવા આપે અને પછી બીજો બાવડેબાજ (ટ્રેનર)મહિલાને સહાનુભુતિ સ્વુરુપે મહિલાની પાસે આવી ભોગવવા નો પ્રયાસ કરે માની જાય તો ઠીક ન માને તો બ્લેકમેલ કરે,પછી એ ભોગવે અને પછી બીજાને આગળ વાત કરે આમ મહિલા સતત પોતાની લાજ બચાવવાના ચક્કર માં વિષચક્રમાં ફસાતી જાય).

બીજા ટ્રેનરે આ બેનને બ્લેકમેલ કરવા નું ચાલુ કર્યું,એમની સાથે પણ એ બધી જ શારીરિક છૂટછાટ લેવાની વાર્તા કરી, પણ બેન માન્યાનહિ એટલે પેલા બાવડેબાજ સાથે બાંધેલા શારીરિક સબંધનો વિડીયો અને ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવા ની ધમકી આપી, બેન ઘબરાયા એટલે જિમ ના મેનેજમેન્ટ ને રજુઆત કરવા ગયાતો મેનેજમેન્ટે વાત સાંભળવા ને બદલે એમની મેમ્બરશિપ રદ કરી દીધી,બેન ઘબરાયા એટલે જિમની બીજી મહિલા મેમ્બરો સાથે વાત કરવાની શરૂ કરી તો ખ્યાલ આવ્યો કે એવી ઘણી સારા અને ઉચ્ચઘરની મહિલાઓ આ બાવડેબાજ ગેંગની શિકાર બની ચુકી છે,કેટલીક મહિલાઓ એ શરમ ના માર્યા તો કેટલીક એમની પારિવારિક લાજ ને કારણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું,કેટલીકે જિમ જવાનું જ બંધ કર્યું તો કેટલીકે જિમ વિષે વાત કરવાનું.

એવું નથી કે આ માત્ર એક જ જિમની વાત છે, આવું હાલ ગુજરાતના ઘણા જિમ માં ચાલે છે,પણ બિચારી મહિલાઓ શિકાર બન્યા પછી લોકલાજ ને કારણે જાહેર માં આવતા ડરે છે,કેટલીક ફરિયાદ કરે છે,સુરતમાં એવા ઘણા પોલીસ કેસ થયા છે,એક બહુચર્ચિત આત્મહત્યા કેસ પણ સુરત ના પ્રખ્યાત જિમથી શરુ થયો હતો,પણ મોટા ભાગની મહિલાઓ પોતાની સાથે થતા અને થઇ રહેલા શારીરિક અને માનસિક અત્યાચારની વાત કરતા ઘબરાય છે,કોઈક ને પરિવાર નો ડર હોય છે કોઈક ને સમાજ નો.

અહીં જેમની સત્યઘટના લખી છે એમને મેં પણ લાખ સમજવવા નો પ્રયત્ન કર્યો પણ જાહેર માં આવવા કે પોલીસ ફરિયાદ કરવા તૈયાર નથી થયા કેમકે એમને એમનો પરિવાર તૂટી જવાનો ડર લાગી રહયો છે.

મારી આવી બધી જ બહેનો ને વિનંતી છે કે પહેલા તો જિમ માં જાવ તો મહિલા ટ્રેનરનો જ આગ્રહ રાખો,મહિલાઓના સમય માં જ જિમ નો ઉપયોગ કરો( મહિલાવાદી સંસ્થાઓ મેહરબાની કરી ને પુરુષ સમોવડા દાવા કરી ને તૂટી ન પડતા).

અને જો નથી કરી શકતા તો આવા લોકો થી સાવધ રહો,જો તમને તમારા પરિવારનો ડર લાગે છે,તમારી ઈજ્જત નો ડર લાગે છે તો પછી આવા બધા માં શું કામ ફસાવ છો ? તમારી પાસે જીવન માં હંમેશા બે રસ્તા હોય છે,તમારે પસંદ કરવાનો હોય છે તમે ક્યા રસ્તે જવા માંગો છો,ચાલો એક વાર માની લઈએ કે તમે ખોટો રસ્તો પસંદ કર્યો છે તો પછી જો તમારી સાથે ખોટું થયું છે તો પરિવાર સાથે ખુલી ને ચર્ચા કરી ને પોલીસ ફરિયાદ કરો,કેમકે તમારી એક ફરિયાદ બીજી અનેક મહિલાઓ ની જિંદગી બચાવી લેશે,ફરિયાદ ન કરવાની સ્થિતિ એ જ આવા ગુન્હાઈત લોકો ને ગુન્હાઆચરવા નું પીઠબળ પૂરું પાડે છે,અન્યાય થયો છે તો ખુલી ને બોલો,ફરિયાદ કરો,નહિ તો આવા વિકૃત માનસિકતા ધરાવતા લોકો તમને નહિ બધાને શિકાર બનાવશે.

મારી પોલીસ ખાતાને પણ વિનંતી છે કે શક્ય હોય તો આવી મહિલાઓ માટે કોઈ રસ્તો થઇ શકે જેમાં એમનું નામ પણ ન આવે કે એમની માનહાની વગર ગુન્હેગાર સુધી પહોંચી શકાય તો એવી વ્યસ્થા કરે,કેમકે આ દિશા કે આવા ગુન્હા તરફ લોકોનું ધ્યાન હજી જઈ નથી રહ્યું,જો પોલીસ મદદ કરશે તો,મહિલાઓ ને એમની આઇડેન્ટિટી રીવીલ ન થાય એવી કોઈક વ્યવસ્થાની બાંહેધરી આપશે તો મને આશા છે કે આવા પ્રકારના ગુન્હા થતા અટકશે, ગુન્હેગારો સુધી પહોંચી શકાશે અને વડાપ્રધાનનું સુરક્ષિત ભારતનું સપનું પણ સાકાર થશે.

મારી આવી મહિલાઓના પરિવાર ને પણ વિનંતી છે કે જે મહિલાઓ સાથે આવી ઘટના ઘટતી હોય, ઘટી ચુકી હોય તો એમને માનસિક સપોર્ટ આપો,એમને હિંમત આપો,એમની સામે પ્રશ્નો ઉભા કરવાની જગાએ,એમને ખોટા ઠેરવવાની જગ્યાએ,ગુન્હેગારો સામે લડી શકે એવી શક્તિ આપો,સમસ્યા ને ઉકેલવા નો પ્રયત્ન કરો સમસ્યા વધારો નહિ,ભૂલ દરેક થી થાય છે, દરેકના જીવન માં ક્યારેક ને ક્યારેક એવી ક્ષણ આવી જતી હોય છે કે એ ખોટા નિર્ણયો લઇ લેતા હોય છે એટલે એને યાદ કરી કરાવી ને દુઃખી થવાની જગ્યાએ સમાધાન શોધીને જીવનમાં આગળ વધો....!

(નોંધ :અહીં મુકેલીવાત સાચી છે,ઘટના એક અઠવાડિયા જૂની છે,મહિલાનું માન સન્માન જળવાય એ માટે એનું નામ અને સ્થળ ગુપ્ત રાખ્યું છે, કોઈની માનહાની ન થાય એનું પણ ધ્યાન રાખી ને કેટલીક વાતો જ લખી છે,લખવાનો આશય સમાજની આંખ ઉઘડે,ઘટનાઓ ઘટતી અટકે)