મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: સાબરકાંઠા જીલ્લામાં ખેડભ્રહ્મા-વડાલી પંથકમાં છેલ્લા કેટલાક સમય થી શૂટ-બૂટમાં સજ્જ થઈ મહિલા ગેંગ વિવિધ વિસ્તારો રાહદારીઓને અને રોડ પરથી પસાર થતા વાહનચાલકોને અટકાવી બળજબરી પૂર્વક રૂપિયા પડાવતી મહિલાઓની ગેંગથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા વડાલી પોલીસે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન શાકમાર્કેટ નજીક ૯ મહિલાઓને શૂટ-બૂટમાં સજ્જ બની કોઈ ને શિકાર બનાવે તે પહેલા ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મહિલા ગેંગને જોવા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.

વડાલી પોલીસે શાકમાર્કેટ નજીક રોડ પરથી પસાર થતા આવતા-જતા વાહનચાલકો અને રાહદારીઓ પાસેથી બળજબરી પૂર્વક રૂપિયા પડાવતી ગેંગ જોતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે રાખી ૧) ભીમલબેન કિશનભાઇ બારોટ ,૨) કંચનબેન મકનભાઈ બારોટ ,૩) અંજલીબેન પપ્પુભાઈ બારોટ, ૪) જ્યોતિબેન મહેશભાઈ બારોટ,૫) ઉર્મિબેન કિરણભાઈ બારોટ, ૬) કંચનબેન કમલભાઈ બારોટ, ૭) નીતુબેન સુનિલભાઈ બારોટ, ૮) પૂજાબેન ચમનભાઈ બારોટ અને ૯) રેણુબેન ચમનભાઈ બારોટ (તમામ રહે, દુર્ગાનાગર ચારમાળીયા, વટવા જીઆઈડીસી પાછળ,અમદાવાદ) ને ઝડપી પાડી ઇપીકો કલમ-૩૮૪,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શૂટ-બૂટમાં સજ્જ મહિલા ગેંગ વાહનચાલકો અને રાહદારીઓ પાસેથી બળજબરી પૂર્વક રૂપિયા ખંખેરતી હતી વાહનચાલક કે રાહદારી રૂપિયા ના આપે તો અલગ-અલગ જગ્યાએ ઉભેલી મહિલાઓ ભેગી થઈ જઈ હોબાળો મચાવાની સાથે ભયનું વાતાવરણ ઉભું કરી એનકેન પ્રકારે રૂપિયા પડાવતી હોવાનું પોલીસસુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.