મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ વિશ્વ હિન્દૂ પરિષદ (મહિલા વિભાગ) દુર્ગાવાહીની માતૃશક્તિ ટીમે હિન્દૂ ધર્મના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે જીલ્લા કલેક્ટર એમ. નાગરાજન અને જીલ્લા પોલીસવડા મયુર પાટીલ, કલેક્ટર કચેરી, પોલીસતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને સબજેલમાં જેલર સહીત સ્ટાફને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી બહેન દીકરીઓ અને ગૌ માતાની રક્ષા કરવાની માંગ કરી હતી. જેમાં જીલ્લા ઉપાધ્યક્ષ મધુબેન વ્યાસ,જીલ્લા સંયોજિકા લતાબેન ભાવસાર, લીના બેન પટેલ, પ્રખંડ સંયોજિકા સુનીતાબેન મેઘા,સોનલ બેન પટેલ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.