મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં વાહનચોરીના ગુનાઓ વધતા પોલીસે વોચ રાખી હતી. જેમાં આ ટુ-વ્હિલર ચોરતી વિધવા મહિલા ઝડપાઇ હતી. તેણે 4 દિવસમાં 6 એક્ટિવાની ચોરી કરી હતી. 

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર જુહાપુરામાં વાહનચોરીની ઘટનાઓ બનતા સીસીટીવી ફૂ઼ટેજ તપાસવામાં આવ્યા હતાં. જેમાં એક મહિલા ટુ-વ્હિલર ચોરતી હોવાનું જાણવા મળ્યું હતું. જેને આધારે પોલીસે મહિલાની ધરપકડ કરી હતી. પકડાયેલી મહિલાનું નામ 53 વર્ષિય રાબીયાબાનુ રંગરેજ (શેખ) હોવાનું બહાર આવ્યું છે. પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તેના પતિનું અવસાન થયુ હતુ. પરિવારનું ગુજરાન ચલાવવા રાબીયા એમડી ડ્રગ્સનું વેચાણ કરતી હતી. હાલ ડ્રગ્સનો ધંધો બંધ થઇ ગયો હતો જેથી આર્થિક ભીંસમાં આવેલી રાબિયાબાનુએ વાહન ચોરી કરવાનું શરૂ કર્યું હતું. જુહાપુરામાંથી તેણે 4 દિવસમાં 6 એક્ટિવાની ચોરી કરી હતી. 

Advertisement


 

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાબીયાબાનુ ઘરેથી એક્ટિવા લઈને નીકળતી હતી, ત્યારબાદ જે એક્ટિવા ચોરી કરવાનું હોય તેની બાજુમાં જ પોતાનું એકટિવા પાર્ક કરી દેતી હતી. ત્યારબાદ તે ડુપ્લિકેટ ચાવી ભરાવીને બાજુનું એક્ટિવા ચાલુ કરીને લઈને જતી રહેતી હતી. ત્યારબાદ થોડા સમય પછી આવીને પોતાનું એકટિવા લઈને જતી રહેતી હતી.