મેરાન્યૂઝ નેટવર્ક, ભુજ: ભૂજમાં એક વિકૃત શખ્સ દ્વારા શિક્ષિકાને ગંદા ઇશારા કરી બીભત્સ માંગણી કરતા ચકચાર મચી છે. શિક્ષિકા ભુજના એરપોર્ટ રોડ પર વોકિંગ કરવા નિકળી હતી. દરમિયાન એક શખ્સે રસ્તા પર આવી ગંદા ઇશાર કરી નગ્ન થઇને બીભત્સ માગણી કરતાં ચકચાર મચી જવા પામી હતી. 

Advertisement


 

 

 

 

 

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, શિક્ષિકા રાત્રે નવ વાગ્યાના અરસામાં વોકિંગ કરવા માટે નિકળ્યા હતા. દરમિયાન શક્તિસિંગ ગુરેસિંગ ઠાકુર નામનો શખસ હાથથી ફ્લાઇંગ કિસના ઇશારાઓ કરી અભદ્ર ચેડાં કરતો હતો. ફરિયાદી મહિલાએ તેની સામે ધ્યાન ન આપતાં આરોપી શખસ મહિલાની સામે આવીને નગ્ન થઇ ગયો હતો. અને બીભત્સ માગણી કરતાં મહિલા હેબતાઇ ગઇ હતી અને રાડારાડ કરી મૂકતાં આસપાસથી લોકો બહાર આવી ગયા હતા. આરોપી શખસ ભાગીને પોતાના ઘરમાં ઘૂસી અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરાતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી આવી હતી. આરોપીની ધરપકડ કરી ભોગ બનાર મહિલાની ફરિયાદ પરથી આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ 354 એ(1), 354 એ (2)મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.