મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નોકરી મળ્યા બાદ તે ઓફિસની બહાર ડાન્સ કરતી જોવા મળી હતી. તેનું રીએકશન લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ઘટના ઓફિસની બહારના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડિઓ ત્યાંના એક કર્મચારી દ્વારા શેર કરવામાં આવ્યો છે . રીએકશન જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ યુઝર @dakara_spence દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'મેં આ યુવતીને નોકરી માટે ફાઇનલ કરી . જુઓ બહાર નીકળીને તેનું  રીએકશન કેવું હતું તે . વીડિયોમાં યુવતી પાર્કિંગમાં ઉભી રહીને ડાન્સ કરી રહી છે.


 

 

 

 

 

વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી ઓફિસની બહાર નીકળે  છે. તે સમયે બહાર કોઈ હાજર નહોતું. તે પાર્કિંગની નજીક ઉભી છે અને આજુબાજુ નજર કરે છે. જ્યારે તે ત્યાં કોઈ દેખાતું નથી, ત્યારે તે નાચવા લાગે છે. થોડીક સેકંડ ડાન્સ કર્યા પછી તે ત્યાંથી રવાના થઈ ગઈ. લોકોને તેની ખુશી ખૂબ પસંદ આવી.

આ વિડિઓ 30 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો છે, જેણે અત્યાર સુધીમાં 5 મિલિયનથી વધુ વ્યૂ મેળવ્યા છે. વીડિયોમાં તે યુવતીએ પણ કમેન્ટ કરી હતી, જે ત્યાં ઉભી રહીને ડાન્સ કરી રહી હતી. તેણે લખ્યું, 'મારે ડાન્સ કરવો હતો. મેં વિચાર્યું કે ત્યાં કોઈ નહીં હોય. પણ હું ખોટો હતી. આભાર.'

એક યુઝરે લખ્યું, 'છોકરીની એક્સાઈટમેન્ટ જોઇને આનંદ થયો. તેને જોઇને મને પણ ડાન્સ કરવાનું મન થાય છે. તેને ખૂબ ખૂબ અભિનંદન.