મેરાન્યૂઝ નેટવર્ક, અંબાલા : હરિયાણામાં અંબાલા રેન્જના આઈજી ભારતી અરોરાએ શ્રીકૃષ્ણની ભક્તિ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS)લેવા અરજી કરી છે. તેમણે મુખ્ય સચિવ અને ડીજીપીને લખેલા પત્રમાં તેમણે 1 ઓગસ્ટ 2021થી સેવાનિવૃત્તિ માગી છે. તેમણે ત્રણ મહિનાના નોટિસ પિરિયડથી પણ મુક્તિ માગી છે. તે 23 વર્ષથી ફરજ બજાવી રહ્યાં છે.

ભારતી હરિયાણાના પ્રથમ મહિલા IPS છે જેમણે VRSની માગ કરી છે. અરજીમાં તેમણે લખ્યું કે મારું આગામી જીવન વૃંદાવનમાં હશે. આ ક્ષણની હું 15 વર્ષથી રાહ જોઈ રહી છું. હું હવે જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા ગુરુનાનક દેવ, ચૈતન્ય મહાપ્રભુ, કબીરદાસ, તુલસીદાસ, સુરદાસ, મીરાબાઈના માર્ગે ચાલીને બાકી જીવન શ્રીકૃષ્ણની ભક્તિમાં પસાર કરવા માગું છું. હું પોલીસને એવી બનાવવા માગતી હતી કે જે બીજાની પીડા સમજી શકે પણ એવું ન કરી શકી.

Advertisement


 

 

 

 

 

આઇપીએસ અધિકારી તરીકે ભારતી અરોડાએ તત્કાલીન પોલીસ અધિક્ષક (રેલવે) તરીકે વર્ષ 2007ના સમજૌતા એક્સપ્રેસ ટ્રેન વિસ્ફોટ મામલે તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એપ્રિલ 2021માં પોલીસ વિભાગમાં બદલીઓ થઇ જેમાં તેમની બદલી કરનાલથી અંબાલા રેન્જમાં કરવામાં આવી હતી. ભારતી અરોડાએ અખિલ ભારતીય સેવા (જીસીઆરબી) નિયમ 1958ના નિયમ 16 (2) હેઠળ સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ માટે અરજી કરી છે. 

1998ની બેચનાં આઈપીએસ ભારતી અરોડા 2009માં અંબાલાના એસપી તથા 2011માં જીઆરપીના એસપી રહી ચૂક્યાં છે. રાજ્યમાં ગેરકાયદે રીતે લોકોને વિદેશ મોકલવા પર સકંજો કસવા માટે ગૃહમંત્રી અનિલ વિજે ગત વર્ષે તેમને એસઆઈટીનું પદ સોંપ્યું હતું. તેમની સેવાનિવૃત્તિ 2031માં થવાની છે પણ તેનાથી 10 વર્ષ પહેલાં જ તેમણે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ માટે અરજી કરી દીધી છે.

1998ની બેચનાં આઈપીએસ ભારતી અરોડા 2009માં અંબાલાના એસપી તથા 2011માં જીઆરપીના એસપી રહી ચૂક્યાં છે. રાજ્યમાં ગેરકાયદે રીતે લોકોને વિદેશ મોકલવા પર સકંજો કસવા માટે ગૃહમંત્રી અનિલ વિજે ગત વર્ષે તેમને એસઆઈટીનું પદ સોંપ્યું હતું. તેમની સેવાનિવૃત્તિ 2031માં થવાની છે પણ તેનાથી 10 વર્ષ પહેલાં જ તેમણે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ માટે અરજી કરી છે.

Advertisement