મેરાન્યૂઝ નેટવર્ક, કેરળ: થોડાક સમય પહેલા જ RSS પ્રમુખ મોહન ભાગવત દ્વારા કેરળના એક શાળાકીય સંગને સાંકળીને ધ્વજવંદન કરવાની ઘોષણા થઇ હતી તેની સામે તાજેતરમાં જ કેરળ સરકારે એક નવું જાહેરનામું બહાર પાડીને કેરાલાની વિવિધ શાળાઓમાં ગણતંત્ર દિવસે કરવામાં આવનારા ધ્વજ વંદન કાર્યક્રમ નિમિત્તે જુદી જુદી શાળાઓએ ધ્વજ વંદન કેવી રીતે કરવું તે બાબતના નિર્દેશ તેમાં જણાવ્યા છે જે એક નવો વિવાદ જગાવી શકે છે.

તેમાં જણાવાયું છે કે રાજ્યના તમામ સરકારી કાર્યાલય, શાળાઓ અને કોલેજોમાં ધ્વજારોહણ (ધ્વજવંદન) જુદા જુદા વિભાગના વિભાગાધ્યક્ષો જ કરશે.

કેરળ સરકારે આ ઘોષણા એવા સમયે કરી છે કે જ્યારે સંઘ પ્રમુખ મોહન ભાગવત પલક્કડ જીલ્લાની જ  એક મેનેજમેન્ટ શાળામાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છે. આ સર્ક્યુલર પછી હવે કદાચ તેમને કાયદેસર રીતે સરકાર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પરવાનગી નહિ આપવામાં આવે એવી અટકળો સેવાઈ રહી છે.  

સર્ક્યુલરમાં છે કાંઈ નવું કે એનું એજ ?

આ બધી ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દિશા નિર્દેશ કેન્દ્ર સરકારના વર્તમાન નિયમો અને નિર્દેશોને આધારે જ જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ આ સર્ક્યુલરને જાહેર કરવાવાળા સામાન્ય વહીવટી વિભાગનું કહેવું છે કે આમાં કઈ પણ નવું નથી અને આવા જાહેરનામાં પહેલા પણ થઇ ચૂક્યા છે.