મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આજકાલ મહત્વની જાણકારીઓ આપવા માટે ટ્વીટર એક મહત્વનું પ્લેટફોર્મ બની રહ્યું હોય તેમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે દેશને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામે સંદેશ આપીશ. આપ જરૂર જોડાજો. કોઈ મુદ્દા પર દેશને તેઓ સંબોધિત કરવાના છે, જોકો મુદ્દો કયો છે તેની જાણકારી અગાઉની જેમ જ હજુ સુધી સસ્પેન્સ રાખવામાં આવી છે પરંતુ ક્યાસ એવો કાઢવામાં આવી રહ્યો છે કે હાલમાં તહેવારોની સીઝન છે અને કોરોના વાયરસની મહામારી છે ત્યારે સ્થિતિ પર સંબોધિત કરી શકે છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 76 લાખ પાર કરવા પહોંચી છે.

સ્વાસ્થ્ય મંત્રીએ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 46790 નવા કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં 587 લોકોના મોત થઈ ગયા, આમ મરનારાઓની કુલ સંખ્યા જ 1,15,197 થઈ ગઈ છે. જોકે રાહતની વાત એ છે છે ગત ત્રણ મહિનામાં પહેલી વાર સંક્રમણના નવા કેસ સૌથી ઓછા કેસ 23 જુલાઈએ 50 હજારથી થોડા ઓછા નવા કેસ નોંધાયા હતા.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રિકવરી રેટ મામલામાં ભારત બીજા દેશોમાં ટોચમાં છે કારણ કે અમે આ દેશોમાંથી છીએ, જેમણે લોકડાઉનને અપનાવી લીધું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં સુવિકસિત વેક્સીન આપૂર્તી વ્યવસ્થાને તૈયાર કરવા પર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન દેશની ઈકોનોમી, રોજગાર વગેરે જેવી સમસ્યાઓને પગલે લોકોના મનમાં જે ધમાસાણ ચાલી રહ્યા છે તે સંદર્ભ પર કોઈ વાત કરશે તેવો અંદાજ છે.