મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ગાયક અદનાન સામીને પદ્મ સમ્માન મળ્યા પછી હંગામો થઈ રહ્યો છે. કોંગ્રેસે સામી પર ચમચાગીરીનો આરોપ લગાવ્યો છે. ત્યાં જ કેટલાક લોકોએ સામીને પાકિસ્તાની કહી રહ્યા છે. કેટલાક લોકો અદનાનને એટલે પદ્મશ્રીનો હકદાર નથી માનતા કારણ કે તેના પિતા પાકિસ્તાની ડિપ્લોમેટ રહી ચુક્યા છે. જોકે એક સત્ય એ પણ છે કે સામીના પિતા ભલે પાક. ડિપ્લોમેટ રહી ચુક્યા હોય પણ સામીના ભારત તરફી વર્તન ક્યાંય છુપુ નથી.

કોંગ્રેસ પાર્ટીએ તો અહીં સુધી કહી દીધુ કે, અદનાનને ભાજપ સરકારની ચમચાગિરીની અવેજમાં પદ્મશ્રીથી સમ્માનીત કરાયો છે. કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગીલએ આ સવાલ પણ કર્યો હતો કે એવું કેમ થયું કે કારગિલ યુદ્ધમાં શામેલ થયેલા સૈનિક સનાઉલ્લાહને ઘુષણખોરો જાહેર કરી દીધા, જ્યારે હવે સામીને પદ્મ સમ્માન અપાઈ રહ્યું છે જેના પિતા પાકિસ્તાની વાયુસેનામાં રીહને ભારત સામે ગોળાઓ ફેંકતા હતા?

જોકે શું ખરેખર અદનાન સામીના પદ્મશ્રી માટે નક્કી થવાનો વિરોધ તેના પિતાના પદ અને કાર્યોને કારણે થઈ રહ્યો છે.? શું ખરેખરમાં અદનાનનું મૂળ પાકિસ્તાનમાં હોવાના કારણે વિરોધ થઈ રહ્યો છે? એ તો હકિકત છે કે સામીના પિતા પાકિસ્તાના ડિપ્લોમેટ રહી ચુક્યા છે, પરંતુ તેના આધારે સામીનો વિરોધ યોગ્ય છે? સામી ભારતમાં રહીને સંગીત દ્વારા નામ કમાઈ રહ્યા છે. ભારત સરકારે તેમને દેશની નાગરિક્તા આપી દીધી છે. તેવામાં એક ભારતીય સાથે તેના ભૂતકાળને કારણે સવાલ પુછાવા જોઈએ? 

સામી પાકિસ્તાન છોડીને ભારત આવ્યા છે. તે પાકિસ્તાન, અફ્ઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક રીતે હેરાનગતિ સહન કરી ભારત આવેલા બિન-મુસ્લિમને નાગરિક્તા આપવાની જોગવાઈઓ ધરાવતા નાગરિક્તા સંશોધન કાયદા (સીએએ)ના સમર્થન કરી રહ્યા છે. સવાલ છે કે લોકતંત્રમાં પક્ષ-વિપક્ષમાં લોકોને અભિપ્રાય આપવાની આઝાદી છે અને સામીએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પદ્મ પુરસ્કારો પર ઘણા સમયથી રાજનીતિ થતી આવી છે. ઘણીવાર પુરસ્કારની જાહેરાત બાદ વિપક્ષી દળ સરકારને ઘેરી લેતું હોય છે. યુપીએના સમયમાં પણ આ પુરસ્કારો પર સવાલો ઉઠ્યા હતા અને હવે એનડીએ સરકારમાં પણ વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે. એક રીતે આ મોટા ભાગે બનતી ઘટના છે.