મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના રામદેવનગરની વસાહતમાં વેચાઈ રહેલા દારૂ ગાંજોની સામે બાવરી સમુદાયની મહિલાઓ છેલ્લા કેટલાય દિવસથી આંદોલન ચલાવી રહી છે, પણ તેનું કોઈ પરિણામ આવ્યું નહિ, પરંતુ આ મામલે અખબારો અને ટીવી ચેનલોએ નોંધ લેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને રામદેવનગર જઈ જાત તપાસ કરવાનું કહેતા જાડેજા અને પોલીસ કમિશનર  એ કે સિંગ જાતે  બુધવાર સાંજે  રામદેવનગર આવ્યા હતા.

રામદેવનગરમાં દારૂ ગાંજાના વેચાણ સામે સ્થાનિક મહિલાઓએ શરૂ કરેલા આંદોલનના સમાચાર બાદ  વિજય રૂપાણીએ પ્રદીપસિંહને તપાસ કરવાનો આદેશ આપતા બુધવારે બપોરે  સામાજિક આગેવાન મિત્તલ પટેલ  અને માધવ  રામાનુજ સહિત  રામદેવનગરની મહિલાઓને સચિવાલય ખાતે ગૃહ મંત્રીને મળ્યા હતા આ બેઠકમાં ગૃહ સચિવ પણ હાજર રહ્યા હતા.

મહિલાએ દ્વારા તેમના  વિસ્તારમાં ચાલી રહેલી પ્રવૃત્તિ અંગે  તેમને માહિતગાર  કર્યા હતા આ  બેઠક દરમિયાન જ પ્રદિપસિંહ અમદાવાદ રામદેવનગરની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંગ અને સિનિયર પોલીસ અધિકારીઓ  પ્રદિપસિંહ  રામદેવનગર પહોંચતા તંત્ર દોડતું થયું હતું.

પ્રદિપસિંહ સ્થાનિકોને સંબોધતા  કહ્યું કે તમારા ઘરમાં કોઈ દારૂ પીવે તો મને જાણ કરજો સરકાર આવી કોઈ બદી ચલાવવા માંગતી નથી,  આ બદી ગરીબી  નોતરે છે અને ગુજરાત સરકાર કોઈ પણ  રીતે આ ચલાવી શકે નહીં. જો કે ખુદ પ્રદિપસિંહ આવી પહોંચતા આ બાબતનું પોલીસ કમિશનર સહિત તમામને માઠું લાગ્યું હતું.