મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વિંગ કમાન્ડર અભિનંદનની પાકિસ્તાન દ્વારા ધરપકડ કરાઈ હતી જેમને ગઈ કાલે આખો દિવસની રાહ જોયા બાદ રાત્રે 9.30 વાગ્યાના અરસામાં છોડાયા અને ભારતને સોંપાયા. આ દરમિયાન પાકિસ્તાનથી ભારત સુધી એટલે કે બોર્ડર સુધી તેમની સાથે એક મહિલા જોવા મળી હતી. જેને લઈને તમામને પ્રશ્ન હતો કે તેમની સાથે રહેલી આ મહિલા કોણ છે.

અભિનંદન સાથે પ્રારંભથી જ જોવા મળેલી આ મહિલાને લઈ લોકોને મનમાં હતું કે કદાચ આ અભિનંદનના પરિવારનું જ કોઈ સદસ્ય છે. જોકે ખરેખરમાં લોકોનું વિચારવું ખોટું છે. તે અભિનંદનના પરિવારનું કોઈ સદસ્ય નથી પણ તે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના નિર્દેશક ડો. ફરિહા બુગતી છે.

ડો. બુગતી એક એએસપી કક્ષાના અધિકારી છે. તે પોતાના વિદેશ કાર્યાલય (ભારતીય વિદેશ મંત્રાલયના સમકક્ષ) પર ભારતના મામલા સંભાળનારા પ્રભારી પણ છે. તેઓ ભારતીય મામલાઓની જવાબદારી ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ડો. ફરિહા આપણા કુલભૂષણ જાધવ કે જે પાકિસ્તાનની જેલમાં બંધ છે તેમના મામલાને સંભાળનારા પાકિસ્તાનના મુખ્ય અધિકારીઓ પૈકીના તેઓ એક છે. કુલભૂષણ જાધવ પર ભારતીય જાસૂસ હોવાના આરોપો છે.