દિલીપ પટેલ (મેરાન્યૂઝ.ગાંધીનગર): ગુજરાતમાં દારુબંધી કાયમ રાજકીય મુદ્દો બનતો રહ્યો છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે, ગુજરાતનાં ઘરેઘરે દારૂ પીવાય છે. રૂપાણીએ તેને ગુજરાતનું અપમાન ગણાવ્યું પણ એવું ન કહ્યું કે દારૂ તો રાજસ્થાનથી આવે છે અને દારૂ પીવે છે. 

કેટલો દારૂ ગુજરાતના લોકો પી રહ્યાં છે તે વિગતો વિજય રૂપાણીએ અગાઉ જાહેર કરી હતી. જે ઘણી ચોંકાવનારી છે. આ વિગતો પરથી એવું કહી શકાય તે દર 4 કે 3 ગુજરાતી માંથી એક વ્યક્તિ દારૂ પીવે છે. તો જાણો ભાજપ સરકારનું કબુલાતનામું. 

ગુજરાતમાં રાજસ્થાનથી 80 ટકા દારૂ આવે છે. કસદાર ધંધો કરનારા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરેઘરે દારૂ પીવાય છે. એવું નિવેદન રાજસ્થાનથી ટ્રકો ભરીને શામળાજી અને અંબાજી નાકા પરથી દારૂ આવે છે, તેના આધારે કર્યું હોઈ શકે છે. તેમની વાત ગુજરાતના લોકો દારૂ માટે સાચી છે. ગુજરાતના લોકોનું જીવન ધોરણ અને વિચારો બદલાયા છે. મોટા ભાગના ગુજરાતીઓ ભરપેટ દારૂ પીવે છે. હલકી કક્ષાનો દારૂ પીવે છે. ભેળસેળ વાળો દારૂ પીવે છે. બોટલો ગટગટાવી જાય છે. હવે ગાંધીનું ગુજરાત રહ્યું નથી. તે પોલીસ અધિકારીઓ, રાજનેતાઓ અને ગુંડાઓનો કરોડો રૂપિયાનો બિઝનેશ બની ગયો છે. ગાંધીનગરના રાજનેતાઓ હપ્તા લે છે. પોલીસ ભવનમાં બેસતા પોલીસ અધિકારીઓ ભરપેટ હપ્તા લે છે. રૂપાણી ભલે સફાઈ કરતાં હોય પણ ગુજરાતના લોકો ભરપેટ દારૂ પી રહ્યાં છે.

કેટલો દારૂ પીવે છે અને ગુજરાતની ભાજપ સરકારે કેવી છૂટછાટ આપી છે તે આ પરથી સ્પષ્ટ દેખાય છે. જૂઓ આંખો ખોલતી વિગતો.

છેલ્લાં 20 વર્ષમાં ભાજપ સરકારએ દારુ બંધીમાં અનેક છટકબારી રાખીને દારુ મળે તે માટે છૂટછાટ આપી છે. જેમાં ખાસ આર્થિક વિસ્તાર, હવાઈ મથકેથી દારુની પરમીટ આપવી, હોટેલોમાં છુટછાટ આપવી, રાજ્ય બહારથી આવતાં પ્રવાસીઓને તુરંત દારુ પીવાનો પરવાનો આપવો જેવી બાબતોનો સમાવેશ થાય છે. દારુ બંધીનો અમલ થતો ન હોવાથી ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાને વિધાનસભા પરિસરમાં ગુજરાતના નાગરિકે જાહેમાં જુતુ માર્યું હતું. જે સરકારની સદંતર નિષ્ફળતા બતાવે છે.

ગુજરાતની કોર્ટોમાં દારુ પીનારાઓના બોમ્બે પ્રોહિબિશન એક્ટ (નશાબંધી કાયદા)ના 55,645 હજાર ગુના પડતર છે. વસતિ વધી છે તેની સરખામણીએ દારુ પીનારાઓ ગુજરાતમા વધ્યા છે. દારુનો કાયદો કડક કરાયો તેને આજે સવા વર્ષ થયું છે, છતાં દારુ આરામથી મળે છે. લોકો પીવે છે. કડક કાયદાથી પોલીસ અને રાજકારણીઓના હપ્તા વધી ગયા છે.

ગુજરાતના લોકોને અન્યાય અને વિદેશીઓને રાહત

વિદેશથી આવતાં લોકોને ગુજરાતમાં મુક્ત રીતે દારુ પીવાની છૂટ છે પણ ગુજરાતમાં રહેતાં લોકોને દારુ પીવો હોય તો પરવાનો આપવામાં આવતો નથી. આમ ગુજરાતમાં ભેદભાવભરી નીતિ આપનાવવામાં આવી રહી છે. દારુ પીવા માટે પરવાનો લેવો પડે છે. શિયાળામાં વિદેશી મુસાફરો આવતાં અને હવે વાયબ્રંટમાં વેપારીઓ આવવાનું શરૂ થતાં જ 3,20,000 (ત્રણ લાખ વીસ બહાર) કરતાં વધું પરવાના દારુ પીવા માટે આપવામાં આવે છે.

જેની સામે ગુજરાતના નાગરિકોને આરોગ્યના કારણોસર 52,876 પરવાના આપવામાં આવ્યા છે. જે અગાઉના વર્ષોમાં 72 હજાર પરવાના હતા. નિવૃત્ત પોલીસ અધિકારીના એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં 6 કરોડ લોકોમાંથી 1.25 કરોડ લોકો દારુ પીતા હોવાનો અંદાજ છે. ગુજરાતમાં જે રીતે વર્ષે રૂ.250 કરોડનો દારુ પકડાય છે તેના આધારે આ અંદાજ મૂકવામાં આવ્યો છે.

દારુની ખરીદી વધી

આ પરવાનાઓ દ્વારા ગુજરાતમાં 2012થી 2019ના 7 વર્ષમાં બધો મળીને 4 લાખ લિટર દારૂ ખરીદ કરવામાં આવ્યો હતો. કાયદેસરની દારૂની દુકાનમાંથી વેચવામાં આવતા દારૂનું સૌથી વધું વેચાણ સુરત, અમદાવાદ, વડોદરા, કચ્છ અને રાજકોટમાં થાય છે. સુરતમાં પાછલા છ વર્ષમાં 278.6 કરોડનો 1.13 કરોડ લિટર દારુ ખરીદ કરાયો હતો. આ પ્રમાણ 2011-12માં આ પ્રમાણ માત્ર 14 લાખ લિટર હતું. ત્યારબાદ અમદાવાદનો નંબર આવે છે, છેલ્લા છ વર્ષમાં 74.14 લાખ લિટર દારુનું વેચાણ થયું છે. જયારે વડોદરામાં આ પ્રમાણ 33.41 લાખ લિટર અને કચ્છમાં 33.12 લાખ લિટર હતું.

54 હજાર પરમીટ

2014માં રાજયના દારૂબંધી ખાતાએ 2535 ટુરીસ્ટ લીકર પરમીટ અને પ્રવાસીઓને 1929 હંગામી પરમીટ આપી હતી. 2015માં એ સંખ્યા ઘટી અનુક્રમે 1785 અને 1796 થઈ હતી. 2014માં આરોગ્યના કારણસર 52054 પરમીટ અપાઈ હતી જે 2015માં વધી 55822 થઈ હતી. 2019માં 54 હજાર પરમીટ છે.

2000-01માં રૂ.55.78 લાખની 50,764 બોટલનું કાયદેસર વેચાણ થતું હતું. 2008-09માં રૂ.1.45 કરોડની 118097 બોટલોનું વેચાણ થયું હતું. 2018-19માં 1.50 લાખ બોટલો વેચાઈ હતી. આમ દારુનું પ્રમાણ વધી રહ્યું છે. દર ત્રીજો ગુજરાતી દારૂ પીવે છે. લોકોની માંગ છે.

રૂ.2000 કરોડની આવકમાં ઘટ

મહારાષ્ટ્ર સરકારે વેરમાં 20 ટકાનો વધારો 2019ના નવા વર્ષથી કર્યો તેમાં તેની રૂ.500 કરોડની આવક વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં વર્ષે રૂ.3000 કરોડની આવક દારુ પરના વેરા પરથી થાય છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 15માં નાણાં પંચ સમક્ષ માંગણી કરી હતી કે, ગુજરાતમાં દારુ બંધી હોવાથી રૂ.9,864 કરોડની ખોટ છે જે ભરી આપવા માટે 15માં નાણાં પંચ સમક્ષ કરી છે. એટલે કે વર્ષે રૂ.2000 કરોડનો વેરો દારૂના કારણે ગુમવવો પડે છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને દારુબંધીના કારણે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને જુતું મરનારા ગોપાલ ઈટાલીયા દારુ સામે બોલે છે. તેમનું કહેવું છે કે પોલીસ સ્ટેશનનું તમામ ખર્ચ સરકાર આપતી નથી જે બુટલેગરો ખર્ચ આપે છે. હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે.

દારૂના રૂ.3000 કરોડના હપ્તા

જોકે તેની સામે એવી દલીલ થાય છે કે, ગુજરાતમાં દારૂબંધીના કારણે સામાજિક શાંતિ છે પણ તેની સામે ગુજરાતના મોટાભાગના પોલીસ મથકોનું ખર્ચ બુટલેગરો કાઢે છે. માત્ર ઓફિસનું જ ખર્ચ વર્ષે રૂ.700 કરોડથી વધું છે. વળી પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓને વર્ષે રૂ.3000 કરોડથી વધારાના હપ્તા મળતા હોવાનો અંદાજ વહીવટદારોનો છે. જ્યારે રૂપાણીની સરકાર આવી ત્યારે રોજ મોટી રેડ પાડવામાં આવતી હતી. હવે આવી રેડ બંધ કેમ થઈ ગઈ તે અંગે એક વહીવટદારે કહ્યું હતું કે, રાજસ્થાન સાથે રાજકારણીઓનું સેટીંગ થઈ ગયું છે. ચોક્કસ ચેનલ ગોઠવાઈ ગયા પછી આવી આવક વર્ષે રૂ.3000 કરોડ સુધી થઈ જાય છે. ખરેખર જો દારૂબંધી ન હોત તો તે પૈસા પ્રજાની તીજોરીમાં જતાં હોત. જેમાંથી ગુજરાતના તમામ ગરીબ લોકોના મકાનો બનાવી શકાયા હોત.

ભાજપની ઠાકોર સેનાનો ઢોંગ

16 માર્ચ 2018માં ઠાકોર સેના દ્વારા ગુજરાતમાં દારુના વિરૂદ્ધમાં ઝૂંબેશ ચલાવવામાં આવે છે. હવે તે બંધ છે. જ્યારે રાજકીય ફાયદો કે બીજો ફાયદો લેવાનો હોય ત્યારે જ ભાજપના નેતા અલ્પેશ ઠાકોર દ્વારા તે આંદોલન શરૂ કરાયા હતા. હવે બંધ છે. તેમનો એક અંગત સાથીદાર અને ઠાકોર સેનાનો હોદ્દેદાર માવજી ચના ઠાકોર નશો કરેલી હાલતમાં લાખણી તાલુકાના અસાસણ ગામમાંથી પકડાયો હતો. 7 જુલાઈ 2018માં ગાંધીનગરમાં મહિલાના ઘરમાં હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશે દારુ માટે જનતા રેડ કરી હતી. ઢોંગી દેખાવ પછી આ ત્રીપુટીએ દારુ ભૂલી ગઈ છે. સરકાર અને પોલીસ પોતાની આબરૂ બચાવવા દારૂબંધીના ખોટા ગુના નોંધીને  લોકોને ખોટી રીતે હેરાન કરે છે. સમાજ પણ ઢોંગ કરે છે. સુરતની પિપલોદ ખાતે આવેલી ઓઈસ્ટર હોટલમાં 21 હાઈ પ્રોફાઈલ મહીલાઓ દારૂની મહેફીલ માણતા ઝડપાઈ ગઈ છે. વલસાડમાં 954 લોકો પકડાયા હતા. અમદાવાદનો હીટ એન્ડ રન ફેઈમ વિસ્મય શાહ  પત્ની સાથે દારુ પીતા 2019માં પકડાયો હતો.

5 વર્ષમાં 255 કરોડનો દારૂ પકડાયો

રાજ્યમાં 2010થી 2014 સુધીમાં 43.70 લાખ લીટર દેશી દારૂ અને 2.42 કરોડ વિદેશી દારૂની બોટલો પકડાઈ હતી. જેની કિંમત રૂ.255 કરોડ હતી. 10 વર્ષમાં રૂ.600 કરોડનો દારૂ પકડાયો હતો. 2015થી 2019 સુધીમાં બીજો એટલો જ દારૂ પકડાયો છે.

દેશી દારુ કેટલો પકડાયો

વર્ષ દારૂ લીટર કિંમત

2010 – 7.20 લાખ – 1.33 કરોડ ,

2011 – 11.44 લાખ – 2.22 કરોડ ,

2012 – 7.67 લાખ – 1.53 કરોડ ,

2013 – 8.86 લાખ – 1.74 કરોડ ,

2014 – 8.51 લાખ – 1.70 કરોડ , 

વિદેશી દારૂ લાખ લીટર રકમ કરોડમાં

2010 – 30.55  – 29.14 ,

2011 – 24.48 – 34.28 ,

2012 – 40.26 – 38.15 ,

2013 – 76.90  – 61.67 ,

2014 – 70.29 – 82.85 ,

દારૂનું વેચાણ 7 વર્ષમાં 6 ગણું થયું

2011-12માં ગુજરાતમાં 51.03 લાખ લિટર દારુ વેચાયો હતો. જે  વર્ષમાં વધીને 2018-19માં 4 કરોડ લિટર થઈ ગયો હતો.

18-25 હજાર કરોડના વેચાણનો અંદાજ

21 માર્ચ 2018ના દિવસે રાજ્યના 31 જીલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 147.78 કરોડ રૂપિયાનો દારુ ઝડપાયો હતો. તો 3 લાખ 13 હજાર 642 લીટર તો માત્ર દેશી દારુ જ ઝડપાયો છે. 9 લાખ 22 હજાર 408 વિદેશી દારૂની બોટલ અને 2 લાખ 29 હજાર 908 બીયરની બોટલ ઝડપાઈ છે. સાથોસાથ 16 હજાર 33 વાહનો દારૂની હેરાફેરીમાં ઝડપાયા છે. આ જોતા અનુભવી પોલીસ અધિકારીઓ કહે છે કે, ગુજરાતમાં વર્ષે રૂ.18થી 25 હજાર કરોડનો દારુ વેચાતો હોઈ શકે છે. વર્ષે રૂ.2,000 કરોડનો વેરો ગુજરાત સરકારને મળવાના બદલે રૂ.3,000 કરોડની રકમ પોલીસને અને રાજકીય નેતાઓને હપ્તાપેટે મળે છે. રાજનેતાઓ દારૂના અડ્ડા એટલા માટે પણ ચાલવા દે છે કે ચૂંટણીમાં તેમની પાસેથી દારુ લઈ આવે છે અને મતદારોને આપે છે. બનાસકાંઠા જિલ્લામાં ભાજપના એક જાણીતા નેતાનો દારુ ચૂંટણીના આગલા દિવસે મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પકડાવી દીધો હતો. તે પ્રકરણ બંધ થઈ ગયું છે.

ઘરમાં બેસીને દારુ કેમ ન પીવાય

સરકારે આકરું વલણ અપનાવ્યાનો દાવો કર્યા પછી ઓક્ટોબર 2018ના છેલ્લા બે મહિનામાં રૂ.23 કરોડનો વિદેશી બનાવટનો દારુ પકડાયો હતો. દારુનુ ઉત્પાદન તેમજ ખરીદ વેચાણ અને હેરફેર કરનારાને 10 વર્ષની કેદ અને 5 લાખના દંડનો કાયદો બનાવ્યો છતા દારુ પીનારાઓ વધી રહ્યાં છે. તેથી ગુજરાતની વડી અદાલતમાં એક જાહેર હીતની અરજી થઈ છે કે લોકોને શું ખાવું અને શું ન પિવું તે બંધારણીય અધિકાર છે. લોકો પોતાના ઘરમાં બેસીને ગુજરાતમાં દારુ પીવે એવી છુટ આપવી જોઈએ. દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં લોકો પોતાના ઘરમાં બેસીને ઘણે ઠેકાણે દારુ પીવે છે. ભારતમાં દારુ પીવનું કલ્ચર સોમરસ થઈ વેદ સમયથી છે. તો ગુજરાતમાં કેમ બંધી છે. આ કેસ હાલ તો ચાલી રહ્યો છે.

મેડિકલ બોર્ડની મંજૂરીમાં ભેદભાવ

19 જૂન 2018માં ગુજરાત સરકારે દારૂનો પરવાનો લેતા સમયે આરોગ્ય તપાસવાની ફીમાં 400 ટકાનો વધારો કરી દીધો છે. દારુ માટેના પરવાના અરજીના રૂ.50 અને પરમીટ મેળવવા સમયેની આરોગ્ય તપાસણી ફી રૂ.500 હતી. હવે દારૂની હેલ્થ પરમીટની પ્રોસેસ ફી રૂ.500થી વધારી રૂ.2000 તથા આરોગ્ય તપાસણી ફી રૂ.2000 કરી છે. ગરીબ લોકોને આરોગ્ય માટે દારુ પીવાનો પરવાનો લેવો હોય તો લઈ શકે નહીં, માત્ર શ્રીમંત દર્દીઓ જ પરમવાનો લઈ શકે છે. ગુજરાતમાં આવા કુલ-26 એરીયા મેડિકલ બોર્ડ પરવાનો આપી શકતા હતા તે હવે માત્ર 6 વિસ્તાર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા અને સુરત કરી દેવાયા છે. જે પણ નાગરીકોની આવક સામે ભેદભાવ રાખે છે.

દારુ વેચતી 52 દુકાનો

ગુજરાતમાં કાયદેસર દારૂ વેચતી હોય એવી 52 દુકાનો છે. તેમાં 17 ઓક્ટોબર 2018માં માત્ર 12 દુકાનો – લીકર શોપ – પર GSTના દરોડા પાડી રૂ.12.65 કરોડ વામાં આવ્યા હતા, બીજી દુકીનોને બચાવી લેવાઈ હતી. જો તમામ દુકાનો તપાસવામાં આવી હોય તો રૂ.100 કરોડ જેવી વેરા ચોરી પકડી શકાઈ હોત. રૂ.1.96 કરોડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યા હતા. દારુ પર હાલ 65 ટકા લેખે વેટ ભરવો પડે છે. પકડાયેલી હોયેલોમાં હોટેલ પ્રેસિડેન્ટ-અમદાવાદ, નાલંદા-અમદાવાદ, ઈન્દર રેસીડેન્સી-અમદાવાદ, જીએસકે-અમદાવાદ, શિવ ઈન્ટરનેશનલ-સુરેન્દ્રનગર, ફોરચ્યુન પેલેસ-જામનગર, આરતી ઈન્ટરનેશનલ-ગાંધીઘામ, હોલીડે વિલેજ રીસોર્ટ-ગાંધીદામ, ગેટવે – સુરત, સેવન સ્કાય – ભૂજ, કટીરા-ભૂજ અને ઙોટેલ ફર્ન-રાજકોટનો સમાવેશ થાય છે.

દારૂની દુકાનો વધી

13 એપ્રિલ 2016ના દિવસે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલનાં સમયે દારૂની 23 દુકાન માટે મંજૂરી આપી હતી. તે પહેલાં 29 હતી. છેલ્લા બે વર્ષમાં વધારાની નવી 23 દુકાનો ખોલવા પ્રોહિબીશન અને એકસાઈઝ વિભાગે મંજુરી આપી છે. ગુજરાતમાં 1948થી દારૂબંધી લાગુ હોવા છતાં 52 દુકાનો પરથી પરમીટનો દારૂ મળે છે. અમદાવાદમાં એપ્રિલ 2014 સુધીમાં 5 દુકાનો હતી, મે 2014 પછી નવી 6 દુકાનોને પરવાનો આપવામાં આવ્યો હતો. એમાંય વળી ગાંધીજીની કર્મભૂમિ સાબરમતી આશ્રમ અને ગુજરાત વિદ્યાપીઠ જેવી ગાંધીવાદી સંસ્થાઓથી 500 મીટરમાં બે દુકાનો આવેલી છે.

મે 2014થી જે નવી દુકાનોને મંજુરી આપવામાં આવી હતી તેમાં કચ્છ-ભુજની હોટેલ ઈલાકે તથા પ્લેનેટ એવિએશન પ્રાઈવેટ લીમીટેડ, મુન્દ્રા સેઝ, જામનગરમાં ફોર્ચ્યુન પેલેસ, રાજકોટમાં ગુરુકૃપા શ્રદ્ધા રિઅલ્ટી, જુનાગઢમાં ગેટવે હોટેલ અને વાસ સુંદર ઓર્ગેનાઈઝર્સ, ભાવનગરમાં ટ્રી ટોપ રીસોર્ટસ અને નીલમબાગ હોટેલ તથા સુરેન્દ્રનગરની શિવ હોટેલનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં હોટેલ પ્રેસિડેન્ટ, નવરંગપુરા, હોટેલ મેટ્રોપોલ, સુભાષબ્રિજ, ગ્રાન્ડ ભગવતી, એસ.જી. હાઈવે, હોટેલ પેસિફિક, હોટેલ રમાડા, નાલંદા હોટેલ્સ એન્ડ પ્રોપર્ટીસ, આણંદમાં બધુબન સ્પા રિસોર્ટસ, એ એન્ડ એ હોટેલ્સ, નડિયાદમાં હોરિઝન હોસ્પિટાલિટી, ભરુચમાં હરિમંગલ પ્રાઈવેટ લિમિટેડ, વડોદરામાં રિવાઈવલ હોટેલ અને સુરતમાં ગ્રાન્ડ ભગવતીને મંજુરી અપાઈ છે.

મુખ્ય શહેરોમાં પરમિટધારકોની સંખ્યા

સુરત 4854

અમદાવાદ 3391

રાજકોટ 1598

વડોદરા 987

કચ્છ-ભૂજ 859

કુલ 15,401

29 માર્ચ 2018ના બે વર્ષમાં અમદાવાદની કઇ કઇ હોટલોમાં કેટલો દારૃ-બિયર વેચાયો

હોટલ દારૃની આવક લાખમાં

હોટલ પ્રેસિડેન્ટ – રૂ.145.12 ,

હોટલ ઇન્દર રેસિડેન્સી – રૂ.70.03 ,

હોટલ ધ મેટ્રોપોલ – રૂ.44.91 ,

ધ ગ્રાન્ડ ભગવતી – રૂ.42.62 ,

હોટલ રમાડા – રૂ.34.25 

હોટલ કામા – રૂ.21.16 ,

હોટલ રિવેરા – રૂ.22.32 ,

હોટલ નાલંદા – રૂ.14.32 ,

હોટલ સેન્ટ લોર્ન – રૂ.13.43 ,

હોટલ રોયલ મેનોર – રૂ.8.38 ,

હોટલ હયાત – રૂ.7.78 ,

હોટલ નોવાટોલ – રૂ.૦.૩૧ ,

શહેરમાં હોટેલમાંથી  લીટર દારુ રૂપિયા લાખમાં વેચાય છે

શહેર – લાયસન્સ – હોટલો – વિદેશી દારુ – બિયર – કિંમત ,

આણંદ-ભરૂચ – 7 – 88, 650 – 999 – રૂ.630.50 ,

અમદાવાદ – 13 – 379 – 2189 –– રૂ.496.59 ,

નડિયાદ – 2 – 11 – 367 – રૂ.87.05 ,

વડોદરા – 10 – 149 – 1597 – રૂ.420.29 ,

જૂનાગઢ-સુરેન્દ્રનગર – 3 – 44 – 350 – રૂ.38.10 ,

જામનગર – 2 – 45 – 632 – રૂ.51.42 ,

સુરત – 5 – 319 –– 5156– રૂ.459.01,

રાજકોટ – 5 – 210 – 1122 – રૂ.3018.83 ,

મહેસાણા-ગાંધીનગર – 4 – 34 – 203 – રૂ.39.18 ,

કચ્છ – 7 – 133 – 1434 – રૂ.228.53 ,

નિશાન-એ-દારુ, કડક કાયદાને એક વર્ષ થયું

દારૂબંધીનો વધારે કડક કાયદો 15 ડિસેમ્બર 2017થી અમલી બન્યો છે. દારૂનું વેચાણ કરનાર કે પછી દારૂના ખરીદ વેચાણમાં મદદ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવાની જોગવાઈ છે. દારૂના ખરીદ- વેંચાણ અને હેરફેર કરનારા ગુનેગારોને 10 વર્ષ સુધીની કેદ અને 5 લાખ સુધીનો દંડ થાય છે. દારૂનો અડ્ડો ચલાવતા બૂટલેગર અને તેના મદદગારોને 10 વર્ષ સુધીની જેલ અને 1 લાખ સુધીનો દંડ કરી શકાય છે. દારૂ પીને સમાજમાં અસભ્ય વર્તન કરે છે તો તેને 3 વર્ષ સુધીની કેદ થાય છે.

ગુનેગારોને નાસી જવામાં જે પોલીસ મદદ કરે છે તેમને 7 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીનો દંડ કરી શકાય છે. અધિકારી ફરજમાં અડચણ કે હુમલો કરે છે તો તેને 5 વર્ષ સુધીની કેદ અને 5 લાખનો દંડ કરવાની જોગવાઈ છે.

ભાજપના સાંસદ કહે છે શિક્ષકો દારુ પીવે છે

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ જાહેર કર્યું હતું કે, નર્મદામાં શાળાના શિક્ષકો જ વધુ દારૂ પીવે છે અને આંકડા જુગાર રમે છે. તેમનું નિશાન ભાજપના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હતા.

 

ઉપદંડક

ભાજપના ધારાસભ્ય અને ઉપદંડક આર.સી.પટેલે પણ દારૂ બંધીના કાયદાનો ભંગ થતો હોય તેમ કહ્યું હતું કે અદિવાસી લોકો તો દારૂ પીવે જ છે. તેમને દારુ પીવા જોઈએ.

આમ ભાજપના નેતાઓ ગુજરાતના લોકો દારૂ પીવે છે એવા નિવેદનો કરે છે ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને કોઈ વાંધો હોતો નથી.