રોહન રાંકજા (મેરાન્યૂઝ.મોરબી): અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તેના બોયફ્રેન્ડ નીક જોનસ સાથે લગ્ન કરી લીધા એ બાદ હવે તેની પિતરાઈ બહેન અભિનેત્રી પરીણીતી ચોપરા પણ તેના બોયફ્રેન્ડ ચરિત દેસાઈ સાથે ટૂંક સમયમાં લગ્ન કરી લેશે તેવી જાણકારી મળી રહી છે. પરીણીતીએ ટ્વીટ કરીને કહ્યું છે કે આ ન્યૂઝ બેઝલેસ છે હું લગ્ન કરીશ ત્યારે ખુશીથી એનાઉન્સ કરીશ પરંતુ પરીણીતીએ ચરિત દેસાઈ સાથેની રીલેશનશીપને રદિયો આપ્યો નથી.

પ્રિયંકા ચોપરાના પ્રિ વેડિંગ ડીનરનો ફોટો ખુદ પ્રિયંકાએ ઈન્સ્ટગ્રામમાં અપલોડ કર્યો છે જેમાં પરીણીતી સાથે તેનો બોયફ્રેન્ડ ચરિત દેસાઈ પણ છે આ ડીનરમાં ખુબ ઓછા લોકો હાજર રહ્યા હતા. ચરિત દેસાઈ એ ગુજરાતના જાણીતા કવિ, લેખક અને વક્તા શોભિત દેસાઈનો પુત્ર છે ચરિત કરન જોહરનો આસીસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચુક્યો છે ઋત્વિક રોશન અને સંજય દત અભિનીત “અગ્નિપથ” પણ ચરિતએ કરન મલ્હોત્રાના આસીસ્ટન્ટ તરીકે ડાયરેક્ટ કરી હતી. પરીણીતી અને ચરિત ૨૦૧૬માં એક ડ્રીમ ટુર કોન્સર્ટ દરમ્યાન એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને ૨૦૧૭થી બંને એકબીજા સાથે રિલેશનશિપમાં છે.

ચરિતે ડીરેક્ટ કરેલું વીડિયો સોંગ “ઘર સે નિકાલતે હી ...... “ આ વર્ષે એપ્રિલમાં રીલીઝ થયા બાદ એના સાત કરોડ જેટલા થી વધુ વ્યુ થઈ ગયા છે. ચરિત દેસાઈના પિતા શોભિત દેસાઈની અનેક ગુજરાતી રચનાઓ લોકપ્રિય છે શોભિત દેસાઈ ભારત ઉપરાંત વિદેશોમાં પણ ગરવા ગુજરાતી તરીકે વિખ્યાત છે.