મેરાન્યૂઝ નેટવર્ક.જમ્મુઃ સરકાર દ્વારા વીવીઆઈપી કલ્ચરને નાબુદ કરી નાખવા માટે કેટલાય પગલા લેવાયા. અહીં સુધી કે મંત્રીઓ-નેતાઓની કાર પરથી લાલ લાઈટ પણ હટાવવામાં આવી. છતાં કેટલાક જાણે પોતાને ઉપગ્રહથી આવેલા સમજે તેમ વીવીઆઈપી કલ્ચર તેમના લોહીમાંથી જ જતું નથી. કારની પ્લેટ પર લખવું, કારના ડેશ બોર્ડ પર પોલીસ વાળું બોર્ડ મુકવું. વાહનના કાચ પર પોતાની પદવી અથવા પૂર્વ પદવીઓ દર્શાવવી વગેરે નીત નવા ગતકળા કરી ઠાઠમાં તો રહેવાનું જ... આવું જ એક ઉદાહરણ બન્યું છે. જેમાં તો ઓહો... હો.. સાહેબના એવા ઠાઠ જોવા મળે છે કે ન પુછો વાત.

જમ્મુ કશ્મીરના રામબન ખાતે સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો તે વીડિયો વીવીઆઈપી કલ્ચર કેવી રીતે લોહીમાં ભળ્યું છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયોમાં રામબનના ડે. કમિશનર શૌકલ એઝાજ બટ એક પાલખીમાં બેસી ચક્કકુંડી કરોડ વિસ્તારમાં જનતા દરબાર લગાવવા જતાં જોવા મળી રહ્યા છે. જોકે તેઓની પાલખી લોકોએ ઉપાડી છે તેથી ઓછું હતું તો પોતાને તાપ ન લાગે તે માટે છત્રી પણ એક વ્યક્તિ પકડીને પાલખીની સાથે સાથે જતો તસવીરમાં દેખાય છે. આ વીડિયો જ્યારે વાયરલ થયો કે શૌકત બટ વિવાદોમાં ફસાઈ ગયા છે. હવે તેમની સામે કાર્યવાહી થાય અને નક્કર પગલા લઈ દાખલો બેસાડાય તેવી લોકો માગ કરી રહ્યા છે. લોકો આ ઘટનાને સામંતશાહી ગણીને ઘટનાને વખોડી રહ્યા છે.