મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના હોમ્યોપૈથી ચિકિત્સા અધિકારાઓની નિયુક્તિમાં સામાન્ય વર્ગનું કટઓફ ઓબીસીના કટઓફથી દસ ટકા ઓછું આવ્યું છે. સાંભળવામાં ભલે આ અટપટું લાગે, પરંતુ આ સત્ય છે. આ સ્થિતિ સાથે ઝુઝવા માટે લોકસેવા પંચએ ઓબીસી શ્રેણીમાં એક સીટના માટે 12 ઉમેદવારોને સાક્ષાત્કાર (ઈન્ટરવ્યૂ) માટે બોલાવ્યા છે. હવે આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે પણ પોતાની મહોર લગાવી દીધી છે.
જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ ઈંદુ મલ્હોત્રાની પીઠએ ઉત્તર પ્રદેશ લોકસેવા પંચના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને 177 લોકોને જલ્દી જ નોકરી આપવાનો આદેશ કર્યો છે. પીઠએ ઈલાહાબાદ હાઈકોર્ટના તે નિર્ણયને પણ યોગ્ય રાખ્યો છે જેમાં ઓબીસી કટઓફ ઓછું કરવાનો નિર્દેશ કરાયો હતો.
બુધવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ લલિતએ પંચના અધિકારીઓને પુછ્યું, જ્યારે સામાન્ય વર્ગમાં લોકોને સાક્ષાત્કાર કરવા માટે બોલાવાનો ગુણોત્તર 1:3 (એક સીટ પર ત્રણ અભ્યાર્થી) હતો, તો ઓબીસી માટે 1:12 કેમ? અધિકારીઓએ પીઠને કહ્યું કે, 2014માં 177 હોમ્યોપેથી ચિકિત્સા અધિકારીઓની ભરતી માટે અરજીઓ માંગાવાઈ હતી.
તેમાં સામાન્ય વર્ગની 113 સીટો, જ્યારે 23 સીટો ઓબીસી અને બાકી એસસી-એસટી વર્ગ માટે હતી. 150 અંકોની સ્ક્રીનિંગ પરીક્ષામાં ઓબીસીનું કટઓફ 99 માર્કસ હતું, જ્યારે સામાન્ય વર્ગનું કટઓફ 86 માર્ક્સનું હતું. જોકે તે પછી પંચએ રિઝર્વેશન વર્ગનું કટઓફ પણ 86 કરી દીધું હતું. લેવલ પ્લાનિંગ ફિલ્ડને ધ્યાનમાં રાખતા રિઝર્વેશન વર્ગનો ગુણોત્તર 1:12 અને સમાન્ય વર્ગનો 1:2 રખાયો હતો.
પીઠના અધિકારીઓને સવાલ કર્યો કે આખરે તમે કયા નિયમ પ્રમાણે એક સીટ માટે 12 ઉમેદવારોને સાક્ષાત્કાર માટે આમંત્રિત કર્યા. તેના પર અધિકારીઓએ વર્ષ 2004ના એક નિયમનો હવાલો આપ્યો. અધિકારીઓના પક્ષથી સંતુષ્ઠ પીઠએ કહ્યું કે સાક્ષાત્કાર માટે સીટથી અંદાજીત ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવાની પરંપરા છે પરંતુ પંચએ તેમાં ઓછા કે વધારે કરવા માટે સ્વતંત્ર છે. પીઠએ કહ્યું કે હાલના સમયમાં પંચ દ્વારા લેવાયેલો નિર્ણય બીલકુલ યોગ્ય છે.
ગત 10 મેએ સુપ્રીમ કોર્ટે પંચને પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવાની પરમિશન તો આપી દીધી હતી પરંતુ નિયુક્તિઓ પર પ્રતિબંધ મુક્યો હતો. બુધવારે પીઠએ પંચને નિયુક્તિ માટે યોગ્ય પગલા લેવાનો નિર્દેશ આપ્યો અને રાજ્ય સરકારને જલ્દી તમામ નિયુક્તીનો આદેશ કર્યો છે.