ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ૨૦૧૫થી ૨૦૧૯ મોસમ દરમિયાન ઘઉની લણણીનો આરંભ થાય ત્યારથી મોસમની મધ્ય સુધી શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ (સીબીઓટી) ઉપર વાયદામાં એક નિશ્ચિત ટ્રેન્ડ (વલણ) આપણે જોતાં આવ્યા છીએ. આખા વિશ્વમાં અત્યારે ઘઉ લણણીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે આ વખતે મે વાયદો માર્ચ ૨૦૧૩ પછીની નવી ઊંચાઈએ ૭.૧૩ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો). અલબત્ત, ખોટા સમયે ભાવ આટલી ઊંચાઈએ પહોંચી ગયા છે. વર્ષના મધ્ય સુધીમાં અમેરિકામાં શિયાળુ ઘઉની લણણી થઈ ગઈ હોય છે, અને કેનેડા તેમજ અમેરિકામાં વસંત ઋતુ પાકના છોડ વિકસિત થઈ ગયા હોય છે.

હવે જો વર્તમાન નબળા હવામાનનો વરતારો આગળ વધે અને વાસ્તવિક યીલ્ડ પર તેની અસર થાય તો વર્ષના મધ્ય ભાગમાં તેજી થાય તે વાજબી ગણાય. અને ટ્રેડરો વધેલા ભાવે સોદા પકડી રાખવાનો પ્રયાસ કરે તે યોગ્ય છે. રોકડા (નજીકના) મે વાયદાની ડિલિવરી નોટિસનો પ્રથમ દિવસ ૩૦ એપ્રિલે છે, ત્યારે સ્થિતિ એવી થઈ છે કે નજીકના વાયદામાં મંદિવાળાઓએ વેચાણ કાપી (મંદીના સોદા વેચી) નાખવા ઉતાવળા થયા છે.

૨૦૧૫થી ૨૦૧૯ દરમિયાન પાંચ વર્ષમાં, ૧૯૯૦ અને ૨૦૨૦ના દાયકા વચ્ચેની જે ભાવ પેટર્ન સ્થપાઈ હતી, તે હવે કૈંક અંશે પ્રમાણમાં ઊંચા ભાવ મુકાઇ, એ પેટર્ન તૂટી ગઈ છે. પણ ઉત્તર ગોળાર્ધમાં હવામાનની સમસ્યા સર્જાવા સાથે ઓછા પાકના વરતારા આવવા શરૂ થતાં લણણી પહેલા જ સાવચેતી ખાતર ભાવ ઊંચે મુકાવા લાગ્યા હતા. પણ જ્યારે ખરેખર પાક બજારમાં આવ્યો ત્યારે ભાવ ઘટવાનું વલણ શરૂ થયું, નહીં કે મોસમની મધ્યમાં વાર્ષિક ઊંચાઈ સ્થપાઈ હતી.


 

 

 

 

 

જેમણે તેજીના ઓળીયા પકડી રાખ્યા છે, તેમના માટે સારા સમાચાર એ છે કે ટેકનિકલ અને ફંડામેન્ટલ્સ બંને રીતે, ઘઉ તેજીની લાંબી રેસનો ઘોડો બની ગયો છે. ફન્ડામેન્ટલી જોઈએ તો કેનેડા એ ઉત્તર અમેરિકાનો બીજા નંબરનો અને વિશ્વનો છઠ્ઠા નંબરનો સૌથી મોટો ઘઉ ઉત્પાદક દેશ છે. આ બધાનો સરવાળો કહે છે કે સીએમઇ ફરન્ટ મંથ ઘઉ વાયદાનો ટેકનિકલ સીનારિયો તેજીનો છે. 

કેનેડાના ઉત્તરિય મેદાણોમાં હવામાન સૂકું છે, તેથી ખેડિતોએ હજુ વાવણી આરંભી નથી. એપ્રિલ વાયદામાં ભાવ નહાલે ભાગંભાગ કરતાં હોય પણ આ ભાવએ ફિજિકલ માંગનો ટેકો નહિવત છે. વર્ષના આરંભે યુરોપ અને રશિયન ઘઉ નિકાસ પર નિયંત્રણો હતો,પણ ટ્રેડરો મને છે કે ઉત્તર અમેરિકાથી નિકાસ સારી થઈ હોવી જોઈએ.

એપ્રિલમાં તેજીને હૂંફ મળવાનું અન્ય એક કારણ પણ છે, અમેરિકન કૃષિ મંત્રાલયે તેના વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાય એન્ડ ડિમાન્ડ એસ્ટીમેન્ટ (વાસદા) હવાલમાં કહ્યું હતું કે ૨૦૨૦-૨૧નો જાગતિક ઘઉ પુરવઠો, ગતવર્ષના ૧.૭૭૭ અબજ ટનથી ઘટીને ૧.૦૭૬ અબજ ટન રહેશે. વાસદાએ વૈશ્વિક ઘઉ ઉત્પાદનનો અંદાજ ૭૭૬૫ લાખ ટન મૂકી, વર્ષાન્ત સ્ટોક અંદાજ સતત છઠ્ઠા મહિને તબક્કાવાર માસિક ઘટાડાને અંતે ૨૯૫૫.૨ લાખ ટન મૂક્યો હતો. 

કેનેડાના ગ્રેન એનાલિસ્ટ ક્લિફ જેમિસન પોતાની આગાહીમાં કહે છે કે છેલ્લા ત્રણમાંથી બે વર્ષ સુધી વૈશ્વિક ઘઉ સ્ટોકમાં ઘટાડો નોંધાયો હતો. તેમણે વર્તમાન ઘઉ વર્ષમાં સ્ટોક, ૧.૫ ટકા અથવા ૪૫.૨૧ લાખ ટન ઘટાડો દાખવ્યો છે. ૨૦૧૨-૧૩ના ઘઉ પાક વર્ષ પછીનો આ સૌથી વધુ સ્ટોક ઘટાડો છે. 

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)