મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: કોરોનાની સાયકલ તોડવા માટે એક તબ્બકે લોકડાઉન જરૂરી હતું, પણ હવે આપણને સમજાઈ રહ્યુ છે કે લોકડાઉન કોઈ કાયમી ઉકેલ નથી, હમણાં સુધી સરકાર અને આપણે પોતે માનતા હતા કે આપણે કોરોનાને મહાત આપી દઈશુ પણ કોરોના કયારેય હારવાનો નથી આપણે તેની સાથે જીવવાનું શીખી જવુ પડશે તેવુ ગુજરાતના ખ્યાતનામ ડૉકટરો અને નિષ્ણાતો માની રહ્યા છે.

ગુજરાતના જાણિતા કાર્ડીયોલોજીસ્ટ ડૉ તેજસ પટેલ પહેલા દિવસથી કહી રહ્યા છે કે કોરોના મુકત આપણે કયારેય થઈ શકીએ નહીં, ભુતકાળમાં આ પ્રકારના અનેક વાયરસ આવી ગયા જે પણ અસ્તીત્વમાં છે પણ આપણે તે બીમારીઓ સાથે જીવતા શીખી ગયા તેવી જ રીતે આપણે કોરાના સાથે પણ જીવતા શીખી જવુ પડશે તેના સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી, આ જ પ્રકારે ગુજરાતના જાણિતા કે્ન્સર નિષ્ણાત અને અનેક સેવા કાર્ય સાથે સંકળાયેલા ડૉ પંકજ શાહ પણ માને છે કોરોનાને હરાવી વાત કરવાને બદલે આપણી પાસે રહેલા રીસોર્સનો ઉપયોગ કરી કેવી રીતે કામ કરી શકીએ.

ડૉ પંકજ શાહ કહે છે તમામ દર્દીઓને સરકારી દવાખાનામાં ભરતી કરવામાં આવે તે પણ યોગ્ય નથી,કારણ તેના કારણે હો્સ્પિટલનું ભારણ વધી જશે જેના બદલે હવે આપણે તમામ વિસ્તારમાં આપણી ખાલી પડેલી સ્કુલોમાં સમાંતર વ્યવસ્થા ઉભી કરવી જોઈએ અને આવી વ્યવસ્થામાં પણ સ્થાનિક લોકો અને નેતાઓને સામેલ કરવા જોઈએ દિલ્હી સ્થિતિ એઈમસના ડાયરેકટર ગુલ્લેરીયા પણ કહી ચુકયા છે કે આ લડાઈ લાંબી છે અને કોરોનાનો એક પણ કેસમાં દેશમાં રહેશે નહીં તેવુ કયારેય થવાનું નથી.

એડવોકેટ રોહીત વર્મા કહે છે હવે કોરોનાને હરાવો તેવા સુત્રને બદલે  કોરોના સાથે જીવતા શીખો તેવુ સ્લોગન આપવુ જોઈએ કારણ કયાં સુધી તમે ઘરમા રહેશો, હાલની સ્થિતિ દયનીય છે દેશ આખો ડરેલો છે કોરાના કરતા તેનો ડર આપણને વહેલો મારી નાખશે, આ ડરમાંથી આપણે અને દરેક માણસે બહાર નિકળવુ પડશે,લોકડાઉન જરૂરી હતું પણ તે આપણને સંપુર્ણ કોરોના મુકત કરી શકે તેમ નથી, તો પછી રોજ ડરતા ડરતા જીવવાને બદલે કોરાના સાથે જીવતા શીખી જઈએ રોહીત વર્મા કહે છે તેનો અર્થ એવો નથી કે આપણે બેદરકાર થઈ જઈએ પણ ખરેખર જેટલા જલદી આપણે વાસ્વીકતાને સ્વીકારી લઈશુ એટલા જલદી આપણે ડરના માહોલમાંથી બહાર નિકળી શકીશુ, કારણ જયા સુધી વેકસીન શોધાશે નહીં ત્યાં સુધી આપણી પાસે કોઈ વિકલ્પ નથી ત્યારે આપણે ડરના માહોલમાંથી બહાર નિકળી જલદી આપણે વાસ્વીકતા સ્વીકારી કોરાના ઉપર જીત મેળવવાની વાત કરવાને બદલે તેની સાથે જીવવાની ટેવ પાડવી પડશે.