મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ની નિયુક્તી સાથે જ યુદ્ધકાળમાં દુશમન માટે ચક્રવ્યૂહ રચવાનું કામ શરૂ થઈ ચુક્યું છે. જનરલ બિપિન રાવતે પદ સંભાળતાની સાથે જ સંકેત આપી દીધા છે. તેમણે આવનારા દિવશોમાં થિએટર કમાન્ડ્સ બનાવવાની વાત કહી છે. થિએટર કમાંડ્સ ખરેખર યુદ્ધકાળમાં દુશમન પર અચુક વાર કરવા માટે સેનાઓની તમામ જંગ વચ્ચે સારી એવી તાલમેળ બેસાડવાની સિસ્ટમ છે. યુદ્ધની રણનીતિઓમાં વૈશ્વિક સ્તર પર આવી રહેલા બદલાવોને ધ્યાનમાં રાખીને ભારત માટે જરૂરી થઈ ગયું છે. આ જ કારણ છે કે આર્મી, નેવી અને એરફોર્સને એકીકૃત કરીને થિએટર કમાંડ બનાવવાની વાત થઈ રહી છે. આવો જાણીએ શું છે થિએટર કમાન્ડ અને કેવી રીતે કામ કરે છે.

સેનાની ત્રણ મહત્વની પાંખો આર્મી, નેવી અને એરફોર્સની સાથે સાથે અન્ય સૈન્ય દળોને પણ એક ભૌગોલિક ક્ષેત્રમાં જ ઓપરેશનલ કમાંડરની નીચે રાખીને થિએટર કમાન્ડ બનાવવામાં આવે છે.

ઈંટિંગ્રેટેડ થિએટર કમાન્ડ્સનું નિર્માણ ભૌગોલિક આધાર પર કરાય છે કે પછી તેનો હેતુ કોમન થિએટરને હેંડલ કરવાનો હોય છે. ઘણી વાર થિએટર કમાંડ્સ તે બંનેનું મિશ્રણ હોય છે.

એવા કમાન્ડ સુનિશ્ચિત કરે છે કે જળ, જમીન અને હવામાં સામંજસ્ટ બનાવીને યુદ્ધ અભિયાનોનું સંચાલન થાય. આ રીતે કમાંડ બનાવવો સારો હોય છે. તેનાથી સંસાધનોની બચત પણ થાય છે અને તેનો યોગ્ય ઉપયોગ થાય છે. દેશાં એક જ થિએટર કમાન્ડ છે જેની સ્થાપના વર્ષ 2001માં થઈ હતી. તેને અંદમાન અને નિકોબાર કમાંડના નામથી ઓળખાય છે.

હવે જાણીએ કે જરૂરત કેમ પડી, તો તેનાથી દેશના અંદાજીત 15 લાખ સશક્ત સૈન્ય દળને ફરી સંગઠિત કરાઈ શકાશે જેને હજુ આધુનિકરણના માટે ફંડની ઘટ્ટનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે રક્ષા બજેટનો મોટો હિસ્સો પગાર અને ભથ્થાઓની વધતી જરૂરિયાતોમાં જ ખર્ચ થાય છે. ભારતમાં હજુ 17 સિંગલ સર્વિસ કમાન્ડસ છે. તેમાં સાત આરામીના સાત એરફોર્સના અને બાકી ત્રણ નેવીના છે. મોટી વાત એ છે કે દેશમાં ફક્ત બે જ યૂનિફાઈડ કમાન્ડ છે. સ્ટ્રેટેજિક ફોર્સેજ કમાંડની સ્થાપના 2003માં થઈ હતી. તેા પર પરમાણું શસ્ત્રગારને સંભાળવાની જવાબદારી છે.

ભારતમાં જે રીતે થિએટર કમાન્ડ્સ બનાવવાનો વિકલ્પ સામે આવી રહ્યો છે તેમાં એક એવું જ છે કે છ ઈંટિગ્રેટેડ થિએટર કમાન્ડ્સ બનાવી દેવામાં આવે. અમેરિકા પાસે 11 એકીકૃત ફાઈટર કમાન્ડ છે. તેમાં છ ભૌગોલિક કમાન્ડને દુનિયાના અલગ અલગ હિસ્સાઓને કવર કરે છે. તેમાં જ એક ઈંડો પેસિફિક કમાન્ડ છે જે ભારત સહિત પુરા હિન્દ-પ્રશાંત વિસ્તારમાં સૈન્યની ગતિવિધીઓ પર નજર રાખે છે. ત્યાં જ પાંચ ફંકશનલ કમાન્ડ છે જે પરમાણુ, શસત્રગાર, ખાસ અભિયાનો, અંતરિક્ષ, સાયબર સ્પેજ અને પરિવહનને સમર્પિત છે.

ચિનએ વર્ષ 2016માં પોતાની પીપલ્સ લિબ્રેશન આરામી (પીએલએ)ના 23 લાખ જવાનોને પુનર્સંગઠિત કરતાં પાંચ થિએટર કમાન્ડય બનાવ્યા છે. વેસ્ટર્ન થિએટર કમાન્ડ ભારતના સાથે લાગેલી પુરી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને કવર કરે છે જે લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી છે. સીડીએસને કેબિનેટ સેક્રેટરીની રેન્ક અપાઈ છે જે સીધા રક્ષામંત્રીને રિપોર્ટ કરશે.