મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆરમાં રોજબરોજ પ્રદુષણ અને તેને લઈને શાળાઓમાં સતત પડતી રજાઓ પર એક બાળકે નિબંધ લખ્યો છે. આ નિબંધ ટ્વીટર, ફેસબુક સહિત સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. મોટી સંખ્યામાં ટ્વીટર અને ફેસબુક પર યુઝર્સ તેને રિપોસ્ટ કરી રહ્યા છે.

નિબંધમાં બાળકે શું લખ્યું છે

'હવેથી પ્રદુષણ દિલ્હીનો મુખ્ય તહેવાર છે. આ હંમેશા દિવાળીના પછી શરૂ થાય છે. તેમાં અમને દિવાળીથી પણ વધારે રજાઓ મળે છે. દિવાળીમાં અમને ચાર રજાઓ મળે છે પણ પ્રદુષણમાં અમને 6+2=8 રજાઓ મળે છે. તેમાં લોકો અલગ-અલગ માસ્ક પહેરીને ફરે ચે. ઘરોમાં મરિયા, મધ, આદુ વગેરેનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. આ બાળકોના માટે ઘણો પ્રિય છે.'