મેરાન્યૂઝ નેટવર્ક.કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં શુક્રવારે સાંજે ભાજપની યુવા નેતા 100 ગ્રામ કોકેન લઈ જવાના આરોપમાં પકડાઈ ગઈ છે. નાટકીય ઘટનાક્રમમાં, બંગાળ ભાજપ યુવા મોર્ચાની મહાસચિવ, પામેલા ગોસ્વામીને તેના પર્સ અને કારની સીટ નીચે અમુક લાખની કિમતી કોકેન વાળા કોફીન રાખવાના આરોપમાં પકડવામાં આવી છે. ગોસ્વામી સાથે યુવા મોર્ચામાં તેના મિત્ર અને સહયોગી પ્રબીર ડે જે કારમાં હતો તેને પણ પકડી પાડવામાં આવ્યો છે.


 

 

 

 

 

આ ઘટના શુક્રવાર સાંજની છે જ્યારે ન્યૂ અલીપુર વિસ્તારમાં ગોસ્વામી તેના સહયોગી એનઆર એવેન્યુના એક કેફે તરફ જતાં હતા ત્યારે પોલીસે અચાનક તેમને પકડી પાડ્યા હતા. પોલીસે તેમનો રસ્તો રોક્યો અને તુરંત તેમને તપાસવાનું શરૂ કરી દીધું, જેમાં તેના પર્સ અને કારની સીટના નીચે કથિત રીતે 100 ગ્રામ કોકેન મળ્યું. તેના તુરંત બાદ પોલીસે તેમને દબોચી લીધા. જેવા જ પોલીસે તેમને પકડ્યા કે ગોસ્વામીએ બુમો પાડી કે પોલીસ તેમને ફસાવી રહી છે.

ગોસ્વામીના બોડીગાર્ડને પણ પકડી લેવાયો છે. ત્યાં તે પણ તે જ કારમાં હતો. ભાજપના સમ્યક ભટ્ટાચાર્યએ કહ્યું, કાયદો પોતાનું કામ કરશે પરંતુ શું કોઈએ કારમાં કોકેન નાખી દીધી હતી? આદર્શ આચાર સહિત્તા હાલ લાગુ છે અને પોલીસ રાજ્યના નિયંત્રણમાં છે તેથી કાંઈ પણ થઈ શકે છે.


 

 

 

 

 

બીજી બાજુ, તૃણમૂલ કોંગ્રેસની નેતા ચંદ્રીમા ભટ્ટાચાર્ય કહે છે કે, મને શરમ આવી રહી છે કે બંગાળમાં પણ આવું કાંઈ થઈ શકે, બંગાળમાં આ ભાજપની ઉભરી રહેલી તસવીર છે. આ પહેલા પણ ભાજપના કેટલાક નેતાઓના નામ બાળકોની તસ્કરીઓ મામલે લેવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોનું કહેવું છે કે, ગોસ્વામી અને પ્રબીરના એક કેફેમાં વારંવાર જવા, પાર્ક કરાયેલી કારમાં બેસવા અને બાઈકથી કાર સુધી જનારા યુવક સાથે લેવડદેવડ કર્યા પછી પોલીસના રડાર પર આવ્યા હતા. એક ડ્રગ ડીલની શંકા પર પોલીસે શુક્રવારે ભાજપના નેતાના આવવાની રાહ જોઈ અને પછી રંગેહાથ પકડી લીધા.