મેરાન્યૂઝ નેટવર્ક, કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આજે બુધવારે વધુ એક ભાજપ કાર્યકરનો મૃતદેહ મળ્યા બાદ રાજ્યમાં તણાવની સ્થિતિ પેદા થઇ છે. સતત હિંસા વિરૂદ્ધ ભાજપ કાર્યકરો આજે મમતા બેનર્જીની સરકાર વિરૂદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસના મુખ્ય મથક તરફ કૂચ કરી ગયા હતા. જેથી પોલીસે ભાજપના કાર્યકરોને અટકાવવા લાઠીચાર્જ અને ટિયર ગેસના સેલ છોડ્યા હતા તથા પાણીનો મારો ચલાવાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીઓ દરમિયાનથી પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ બની રહી છે.