મેરાન્યૂઝ નેટવર્ક.પશ્ચિમ બંગાળઃ પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુકેલા અને મોદીના મોટા ફેન ગણાતા સાંસદ બાબુલ સુપ્રિયોએ ટીએમસીમાં જોડાવાનું પસંદ કરી લીધું છે. હવે તેમની વફાદારી મોદી કરતાં વધુ મમતા માટે રહેશે (જ્યાં સુધી તે સાથે છે ત્યાં સુધી તો ખરી જ). તેમણે થોડા દિવસ પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી અને ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં તેમણે તૃણમૂલ કોંગ્રેસની મેમ્બરશિપ ગ્રહણ કરી હતી, એટલેકે ટીએમસીનો ખેસ ધારણ કર્યો હતો.

બાબુલ સુપ્રિયોએ પાર્ટીમાં શામેલ થતા ટીએમસી તરફથી નિવેદન સામે આવ્યું કે, ટીએમસી રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી અને રાજ્યસભા સાંસદ ડેરેક ઓબ્રાયનની હાજરીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ બાબુલ સુપ્રિયો ટીએમસીમાં શામેલ થઈ ગયા છે. અમે આ તકે તેમનું પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ.

બાબુલ સુપ્રિયોના ટીએમસીમાં શામેલ થવા પછી પાર્ટી નેતા કુણાલ ઘોષે કહ્યું છે કે, ભાજપના ઘણા નેતા ટીએમસી નેતૃત્વના સંપર્કમાં છે. તે લોકો ભાજપથી સંતુષ્ટ નથી. એકએ તો આજે ટીએમજી જોઈન કરી લીધી, અન્ય નેતા પણ ટીએમસીમાં આવવા માગે છે. આ પ્રક્રિયા ચાલતી રહેશે. થોભો અને રાહ જુઓ...

Advertisement


 

 

 

 

 

તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બંગાળમાં ભાજપના મોટા નેતાઓમાંના એક બાબુલ સુપ્રિયોએ રાજકારણને અલવિદા કહી દીધું હતું. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને કહ્યું છે કે તે માત્ર સમાજ સેવા માટે રાજકારણમાં આવ્યા છે. હવે તેમણે પોતાનો રસ્તો બદલવાનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં, જ્યારે તેમણે રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવવાની જરૂર નથી. તેઓ રાજકારણથી અલગ થયા પછી પણ તે હેતુ પુરો કરી શકે છે. તેમના વતી પોસ્ટમાં અગાઉ પણ ભાર મુકવામાં આવ્યો હતો કે તેઓ હંમેશા ભાજપનો ભાગ રહ્યા છે અને રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ટીએમસી કે અન્ય કોઈ પાર્ટીમાં જોડાશે નહીં. પરંતુ હવે તેની પોસ્ટ તેની બાજુથી અપડેટ કરવામાં આવી છે અને તેણે આ લાઇન દૂર કરી છે. આવી સ્થિતિમાં અટકળો તેજ થઈ હતી, હવે લગભગ દોઢ મહિના પસાર થયા બાદ ટીએમસી જોડાઈ ગઈ છે.