મેરાન્યૂઝ નેટવર્ક.કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં નાગરિક્તા સંશોધન કાયદા સામે હિંસક વિરોધ દિવસેને દિવસે તેજ થતો જાય છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલ છતાં આગચંપી અને હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હિંસક પ્રદર્શનોની જ્વાળાઓએ રાજ્યના ચાર જિલ્લાને ખુબ જ જોખમી રીતે અસર કરી છે. વિરોધ કરી રહેલા લોકોએ નિશાના પર બસ, ટ્રેન, પોલીસની ગાડીઓ અને રેલવે સ્ટેશન લીધા ચે. ઘણા સ્થળો પર પોલીસ સાથે હિંસક વ્યવહારની માહિતીઓ મળી રહી છે. હિંસક પ્રદર્શનોને કારણે લાંબા અંતરની 28થી વધુ ટ્રેનોને રદ્દ કરવી પડી છે.

રાજ્યના 4 જિલ્લાઓમાં તણાવની સ્થિતિ છે. મુર્શિદાબાદ, હાવડા, માલદા અને ઉત્તર 24 પરગના જિલ્લામાં હિંસાના કેન્દ્ર છે. શનિવારે પ્રદર્શન કારીઓએ 17 બસમાં આગ લગાવી દીધી હતી. જે પછી તેમણે પાંચ ટ્રેનને ફૂંકી મારી હતી. હિંસા દરમિયાન પોલીસની ગાડીઓ અને ફાયર બ્રિગેડની ગાડીઓને નિશાન બનાવવામાં આવી હતી. સાથે જ અડધા ડઝન રેલવે સ્ટેશન્સ પર તોડફોડ કરવામાં આવી છે. ઘણા સ્થાનો પર પ્રદર્શન કારીઓ અને પોલીસ વચ્ચે આમને સામને થઈ ગયું હતું. મુર્શિદાબાદના જંગીપુરમાં બાળકોને ઢાલ બનાવીને પોલીસ પર હુમલો કરવાની માહિતી મળી હતી. 

સ્થિતિ એવી છે કે નેશનલ અને સ્ટેટ હાઈવે ઠપ્પ થઈ ગયા છે જેને કારણે હવે મુસાફરો ત્યાં ફસાઈ ગયા છે. લાંબા અંતરની ઓછામાં ઓછી 28 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. તે સાથે જ 50 લોકલ ટ્રેન પણ કેન્સલ કરી દેવાઈ છે. ઘણી ટ્રેન વચ્ચે રસ્તામાં જ રોકવી પડી છે. હાવડામાં કોના એક્સ્પ્રેસ વે હિંસક પ્રદર્શનોનું કેન્દ્ર બિન્દું બન્યો છે. અહીં પ્રદર્શનકારીઓએ યાત્રીઓને ઉતારીની 17 બસ સળગાવી દીધી હતી. આપને જણાવી દઈએ કે આ વિસ્તાર રાજ્ય સચિવાલયથી અંદાજીત 10 કિલોમિટરના અંતરે છે. અહીં સુધી કે ભીડે આગ કાબુમાં કરવા આવેલા ફાયર બ્રિગેડનો પણ રસ્તો રોકવાના પ્રયત્નો કર્યા હતા. પ્રદર્શન કારીઓએ પોલીસ પર પથ્થરમારો કરતાં ગાડીઓને સળગાવી દીધી હતી. જેના કારમે અહીં 5 કલાક સુધી ટ્રાફીક બંધ રહ્યો હતો.