મેરાન્યૂઝ નેટવર્ક.કોલકાતાઃ ભાજપના પશ્ચિમ બંગાળ ઈકાઈના અધ્યક્ષ દિલીપ ઘોષએ એક વિવાદીત નિવેદન આપતા રવિવારે કહ્યું હતું કે રાજ્યમાં સત્તાધારી દળના કાર્યકર્તાઓને જુત્તાઓથી મારવામાં આવશે. તેના પર તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બંદોપાધ્યાયએ તેમને એવું કરવા માટે પડકાર ફેંક્યો છે. ઘોષએ આરોપ લગાવ્યો છે કે રાજ્ય પોલીસ દળના કર્મચારીઓનો એક સમૂહ તેમની પાર્ટીના કાર્યકર્તાઓને ધમકી આપી રહ્યો છે અને તેમાં શામેલ લોકોને છોડવામાં આવશે નહીં.

તેમણે ઉત્તર 24 પરગણા જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓના એક સમૂહને સંબોધીત કરતાં કહ્યું, તૃણમૂલ કોંગ્રેસની 2021ના વિધાનસભામાં હાર થશે. ચાર રસ્તાઓ પર તેના કાર્યકર્તાઓને નિર્વસ્ત્ર કરીને જુત્તાઓથી મારવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યોકે કોંગ્રેસના નેતા લોકોના બાળકોની શિક્ષાના રૂપિયા લૂંટી રહ્યા છે. કેટલાક પોલીસ કર્મચારીઓ સત્તાધારી પાર્ટીના ઈશારાઓ પર કામ કરી રહ્યા છે. હું મારી ડાયરીમાં આ બધું જ નોંધી રહ્યો છું. ભાજપના કાર્યકર્તાઓ પર હિંા કરનારાઓ સામે 2012ની ચૂંટણી પછી કેસ દાખલ કરવામાં આવશે.

તૃણમૂલ કોંગ્રેસે ફેંક્યો આવો પડકાર

જુત્તાઓથી મારવાના ઘોષના નિવેદન પર વાંધો લેતા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બંદોપાધ્યાયએ તેમને આવું કરવાનો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, જો તેમનામાં હિંમત હોય, તો પહેલા મને જુત્તાઓથી મારીને બતાવે, હું તેમને પડકાર ફેંકી રહ્યો છું. તેમણે ભાજપના નેતાને અશિક્ષિત અને અસભ્ય કહ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં કાયદા-વ્યવસ્થાની હાલત ધ્વસ્તઃ ઘોષ

દિલીપ ઘોષએ દાવો કર્યો છે કે રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ધ્વસ્ત થઈ ચુકી છે. તેમણે કહ્યું કે, દરેક સવારે અમને હિંસા અને હત્યાની માહિતી મળી રહી છે. શું આ કારણે લોકોએ સરકાર બદલી હતી? તૃણમૂલ કોંગ્રેસએ પરિવર્તનનો નારો આપ્યો હતો અને 2011માં પશ્ચિમ બંગાળમાં સીપીએમના નેતૃત્વ વાળા વામ મોર્ચાના 34 વર્ષના શાસનને ખત્મ કરી સત્તામાં આવી હતી. ઘોષે કહ્યું, આ ભાજપ છે જો રાજ્યમાં બદલાવ લાવવા માટે લડી રહી છે અને 100થી વધુ ભાજપના કાર્યકર્તાઓએ પોતાના જીવ આપ્યા છે, બંગાળમાં જ્યા સુધી બદલાવ ન આવી જાય, ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે.