મેરાન્યૂઝ નેટવર્ક, કોલકાતા: તાજેતરમાં યોજાયેલ લોકસભા ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળમાં થયેલ હિંસાનો દોર હજુ પણ જારી છે. ગઇકાલ સોમવારે વીરભૂમમાં  ભાજપના સમર્થકોએ વિજય રેલી આયોજીત કરી હતી. જેના પર કેટલાક શખ્સોએ બોમ્બ ફેંકી હુમલો કર્યો હતો. ભાજપના કાર્યકરોનો આક્ષેપ છે કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો આ હુમલો કર્યો હતો.

બીજી તરફ ગઇકાલે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીતેન્દ્ર તિવારીએ આક્ષેપ કર્યો હતો કે તેમની દુર્ગાપુર સ્થિત ઓફિસ પર ભાજપના કાર્યકરોએ તોડફોડ કરી હતી. તિવારીએ જણાવ્યું હતું કે ભાજપ બંગાળમાં તાંડવ કરી રહ્યું છે. જો ભાજપના કાર્યકરો આ બંધ નહીં કરે તો અમે તેનો વળતો જવાબ આપીશું. અમે ચુપ નહીં બેસીએ.