મેરાન્યૂઝ નેટવર્ક.હરદાઃ મધ્યપ્રદેશમાં આવેલા હરદાના અબગામમાં રહેતા સેનાના જવાન નીતેશ ગુર્જર પુલવામામાં પોસ્ટીંગ પર હતા. પુલવામામાં હાલમાં જ થયેલા આતંકવાદી હુમલા અને પાકિસ્તાન પર કરાયેલી એર સ્ટ્રાઈક બાદ તેઓ પહેલીવાર પોતાના વતન આવ્યા હતા. ગામમાં જ્યારે તે આવવાના હોવાના સમાચાર મળ્યા ત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. હજુ તે ટ્રેનમાંથી ઉતરે તેની સાથે જ તેમને વધાવી લેવામાં આવ્યા હતા.

લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમને ફૂલહાર પહેરાવી જય હિન્દ, વંદે માતરમના નારા લગાવ્યા હતા. નીતેશ પુલવામાં હુમલા પછી સેનાના અભિયાનમાં સામેલ હતા. નીતેશ જમ્મુ કાશ્મીરના પુલવામામાં પોસ્ટેડ છે. જ્યા એક મહિના પહેલા સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો.