મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: દિગ્ગજ ટેક કંપની એચસીએલ(HCL)ના સ્થાપક શિવ નાડરની એકમાત્ર પુત્રી અને કંપનીની અધ્યક્ષ રોશની નાડર દેશની સૌથી ધનિક મહિલા છે. હુરન ઇન્ડિયા દ્વારા કરાયેલા સર્વે અનુસાર રોશની નાડરની કુલ સંપત્તિ 54850 કરોડ રૂપિયા છે.

બીજા સ્થાને બાયકોનના કિરણ મઝુમદાર શો

આ સૂચિ કોટક વેલ્થ અને હુરન ઇન્ડિયા દ્વારા વર્ષ 2020 માટે તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં બીજા સ્થાને બાયોકોનના સ્થાપક અને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કિરણ મઝુમદાર શો છે. તેની કુલ સંપત્તિ 36600 કરોડ રૂપિયા છે. 21340 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે મુંબઈ સ્થિત ફાર્મા કંપની યુએસવી પ્રા.લિ.ની લીના ગાંધી તિવારી ત્રીજા સ્થાને છે.

સૂચિમાં 31 'સેલ્ફ મેન્ડ ' મહિલાઓ

અહેવાલમાં જણાવ્યા અનુસાર ટોચના 100 શ્રીમંત મહિલાઓમાંથી 31 મહિલાઓ 'સેલ્ફ મેન્ડ ' છે, જેમણે આ પોતાના દમ ઉપર મેળવ્યું. જેમાં છ વ્યાવસાયિક મેનેજરો અને 25 ઉદ્યોગપતિઓ શામેલ છે. કિરણ મઝુમદાર શો સેલ્ફ મેન્ડ કેટેગરીમાં અગ્રેસર છે અને તે પછી જોહોની રાધા વેમ્બુ છે, જેની સંપત્તિ રૂ. 11590 કરોડ છે.


 

 

 

 

 

રોશની નાડર કોણ છે?
શરૂઆતથી જ કંપનીના વ્યૂહાત્મક નિર્ણયોમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર રોશનીને માત્ર 28 વર્ષની ઉંમરે સીઈઓ બનાવવામાં આવ્યા હતા. એક વર્ષ પછી, તે કોર્પોરેશનની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બની હતી.આઈઆઈએફએલ વેલ્થ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, 2019 માં, રોશનીની કુલ સંપત્તિ 36,800 કરોડ રૂપિયા હતી. ફોર્બ્સે તેને 2017-2018 અને 2019 માં વિશ્વની 100 મજબૂત મહિલાઓમાં સ્થાન આપ્યું હતું. 

મીડિયા જોબથી એચસીએલના વડા સુધીની એક પડકારજનક સફર 

દિલ્હીમાં સ્કૂલ ભણ્યા પછી, રોશનીએ યુ.એસ.ની નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી માસ કમ્યુનિકેશનમાં સ્નાતક થયા અને સી.એન.બી.સી. ચેનલ પર ઇન્ટર બાદ લંડનની સ્કાય ન્યૂઝમાં નિર્માતા તરીકે કામ કર્યું. 2008 માં તેના પિતાના કહેવાથી ભારત પરત ફર્યા હતા અને કંપનીને આગળ લઇ જવા યુ.એસ. માં કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ પાસેથી મેનેજમેન્ટ યુક્તિઓ શીખી હતી. તેમણે એચસીએલ(HCL)માં જોડાતા પહેલા અન્ય કંપનીઓમાં પણ કામ કર્યું હતું.

તેમને 2009 માં જ એચસીએલ(HCL) કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ બનાવવામાં આવ્યા હતા. રોશની 2013 માં એચસીએલ ટેકના બોર્ડના વધારાના અધ્યક્ષ બન્યા તે પહેલાં જ કંપનીના નિર્ણયોમાં મોટી ભૂમિકા ભજવી રહી છે. તેમના પતિ શિખર મલ્હોત્રા એચસીએલ હેલ્થકેરના વાઇસ ચેરમેન છે.