મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ શશી થરૂરે આજે કોરોનોવાયરસ સંકટ અને અર્થવ્યવસ્થાના સંચાલન અંગે કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યા. લોકસભામાં રોગચાળા અંગેની ચર્ચા દરમિયાન થરૂરે કહ્યું કે, "આપણે ના તો કોરોના વાયરસના ફેલાવાને મર્યાદિત કરી શક્યા છીએ, ના તો આપણે અર્થતંત્રને જાળવી રાખવામાં સફળ થયા છીએ. જીડીપી 41 વર્ષના નીચલા સ્તરે છે. રોજગારનું સંકટ વધી રહ્યું છે, નાના અને મધ્યમ ધંધા બરબાદ થઈ ગયા છે, વ્યાપાર બરબાદ થઈ ગયો છે. "

સાંસદ થરૂરે કહ્યું કે કેન્દ્ર લોકડાઉન નિયમોમાં રાહત આપતા પહેલા રાજ્યોની સલાહ લેતા નથી. થરુરે કહ્યું, "કોરોના કેસોમાં આપણે વિશ્વમાં બીજા સ્થાને છીએ. ટૂંક સમયમાં આપણે પ્રથમ નંબર પર પોંહચી જઈશું. દરરોજ એક લાખ જેટલા કેસ નોંધાય છે. અર્થતંત્ર અન્ય દેશ કરતા ઘણી ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે."