મિલન ઠક્કર (મેરાન્યૂઝ.ગાંધીનગર): ગાંધીનગરમાં હાલ દરેક ખુરશીઓના પાયા હલવા લાગ્યા છે કારણ કે અવાજ વિદ્યાર્થી આંદોલનનો એટલો બુલંદ ચાલી રહ્યો છે. હાલ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના એક ટોળાની માગણી કે જેમાં એસઆઈટીની રચના થાય અને નિષ્પક્ષ તપાસ થાય તેવી હતી તે સ્વીકાર કરાઈ છે પરંતુ ખરેખર વિદ્યાર્થીઓ શું ઈચ્છે છે તે અહીં વીડિયોમાં આપ જોઈ શકશો. તમામનો એક જ સુર છે પરીક્ષા રદ્દ... જોકે હાલ મળતી માહિતી પ્રમાણે આંદોલનના સ્થળ પર પોલીસ કાફલો પહેલા કરતાં જાણે વધી ગયો હોય તેવો માહોલ છે પરંતુ વિદ્યાર્થીઓ અહીંથી માગણી પુરી થયે જ હટવાનું નક્કી કરીને બેઠા છે. બીજી બાજું કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પણ અહીં આવી પહોંચ્યા હતા અને તેમણે પણ કેટલીક બાબતો પર વિદ્યાર્થીઓનું ધ્યાન દોર્યું હતું. તેમણે અહીં એક વાક્ય કહ્યું કે ચાલો ફરી નવનિર્માણ આંદોલનની શરૂઆત કરીએ જે વાક્ય ઘણું બધું કહી જાય છે. નવનિર્માણ આંદોલને સરકારને ધૂળ ચાટતી કરી નાખી હતી. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ એવું કહ્યું કે, વિધાનસભાના 10 દિવસના સત્રના છેલ્લા દિવસે પ્રસ્તાવમાં કોંગ્રેસનો મુદ્દો બિન સચિવાલય પરીક્ષાનો રહેશે.