મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ  ગુજરાતમાં દારૂબંધી કાગળ ઉપર જ રહી ગઈ છે તેવું બધા જ જાણે છે, ગુજરાતમાં દસમાંથી પાંચ માણસો રોજ દારૂ પીવે છે, પણ જ્યારે કોઈ ખાખી વર્ધીવાળો પોલીસ દારૂના નશામાં મળી આવી ત્યારે લોકોને જાણે બહુ મોટો મીર માર્યો હોય તેવું શુરાતન ચઢે છે. જો કે પ્રજાના આ ગુસ્સો કારણ પણ ખુદ પોલીસ છે કારણ કોઈ સામાન્ય માણસ પણ દારૂ પીધેલો મળે ત્યારે પોલીસ માટે પણ તે ઘટના કોઈ ઉત્સવ કરતા ઓછી હોતી નથી. ગુજરાતમાં પોલીસને કોઈ પીધેલો  પકડાય એટલે પોતાનો દિવસ સુધરી જાય છે.

અમદાવાદના સેટેલાઈટ  વિસ્તારમાં ટોઈંગવાનમાં ફરજ બજાવતો એક હેડ કોન્સટેબલ રસ્તા ઉપર પાર્ક કરેવા વાહન ઉપાડવા ગયા ત્યારે કાયમ થાય છે. તે પ્રમાણે વાહન ચાલકો અને પોલીસ વચ્ચે માથાકુટ થઈ હતી, ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે પોલીવાળા દારૂ પીધેલો છે. એટલે લોકોનું ટોળું થઈ ગયું, લોકો પોલીસનો વીડિયો ઉતારવા લાગ્યા અને પોલીસવાળો મઝાક બની ગયો. લોકો પોતાના મોબાઈલ ફોન ઉપર વીડિયો ઉતારતા જાણે પોલીસનો ઈન્ટરવ્યૂ લઈ રહ્યા હોય તેમ પ્રશ્ન પુછી રહ્યા હતા.

અહીંયા વાત પોલીસે દારૂ કેમ પીધો તે પ્રશ્ન બહુ મહત્વનો નથી, પણ પોલીસને પુછવામાં આવેલી રહેલા પ્રશ્નના ઉત્તરમાં પોલીસ જે જવાબ આપી રહ્યો છે તેમાં એક પોલીસ તરીકેનો માનસીક તણાવ અને સિનિયર અધિકારીઓ દ્વારા વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરવાનો જે ટાર્ગેટ આપવામાં આવે છે તેની વ્યથા પણ છે. પોલીસ નશામાં હોવા છતાં સામાન્ય માણસને આડેધડ ફટકારવામાં આવી રહેલા દંડની ચિંતા પણ છે, આપણે સ્માર્ટ સિટીના નામે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાડી માત્ર વાહન ચાલકોને દંડ કરીએ છીએ પણ ખરા અર્થમાં સ્માર્ટ સિટી ત્યારે જ સાબીત થશે કે કેમેરા શ્રીમંત ગરીબનો ભેદ જોયા વગર તમામ ગુનેગારો સાથે સરખો વ્યવહાર કરશે, કેમેરા માત્ર વાહન ચાલકોને દંડવા માટે નહીં પણ શહેરની સુખાકારી માટે ઉપયોગમાં લેવામાં આવશે ત્યારે તે સ્માર્ટ કહેવાશે જુઓ એક પોલીસની વ્યથા તેની ભાષામાં...