મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ભારતના મંગળ અભિયાન પર આધારિત સ્પેસ ફિલ્મ મિશન મંગલનું ટ્રેલર રિલિઝ થઈ ગયું છે. અક્ષય કુમાર, તાપસી પન્નુ, વિદ્યા બાલન, શરમન જોશી, સોનાક્ષી સિન્હા સહિતના કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે. ઈસરો દ્વારા અભિયાનને સફળ બનાવાયું તે સાથે ફિલ્મને રોમાંચક બનાવવાના તમામ પ્રયત્નો કરાયા છે.

જ્યારે અનુભવીઓની જરૂરિયાત આવે છે ત્યારે અક્ષયનો એક ડાયલોગ પણ છે કે મંગળ પર જવાનો અનુભવ કોને છે. નાસાની મદદ વગર ભારત અંતરિક્ષમાં પોતાને સાબીત કરે તે વાત જ્યારે કોઈને અશક્ય લાગતી હતી તે બાબતને અહીં સ્વદેશી થિયરિઝ દ્વારા શક્ય બનાવાઈ છે. આ ફિલ્મનું ડાયરેક્શન જગન શક્તિએ કર્યું છે જેમણે અગાઉ ઈંગ્લીશ વિંગ્લીશ, હોલિડે, પેડમેન, ચીની કમ, શમિતાભ જેવી રોચક ફિલ્મો આપી છે. મિશન મંગલ ફિલ્મ આગામી 15મી ઓગસ્ટે રૂપેરી પડદા પર આવશે.