મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જ્યાં ગુજરાતમાં 10ની નીચે તાપમાનનો પારો જાય તોય લોકો ઠંઠીથી ઠુંઠવાઈ જાય છે, જોકે આપણે તે તાપમાનની ટેવ પણ ધરાવતા નથી તેથી સ્વાભાવીક છે, પરંતુ જ્યાં માઈનસમાં તાપમાન હોય ત્યાં શર્ટ કાઢવાનું તો દુર રહ્યું આપણે ઊભા રહેવાની કલ્પનાથી જ થથરી જઈએ. તેવા આકરા તાપમાનમાં જવાનો શર્ટ કાઢીને માર્સલ આર્ટની પ્રેક્ટીસ કરે છે તે વીડિયો જોઈ ખરેખર ગુજરાતની ઠંડી તો ભુલી જ જવાય. આ વીડિયો છે ઉત્તરાખંડ અઉલીનો જ્યાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ 11000 ફૂટ ઊંચાઈ પર બર્ફાચ્છાદીત વિસ્તારમાં માર્સલ આર્ટની પ્રેક્ટીસ કરી રહ્યા છે અને તે પણ શર્ટ વગર. આ વીડિયો અહીં દર્શાવાયો છે.