મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગરઃ રામકથાકાર મોરારીબાપુએ ભગવાન સ્વામી નારાયણના નીલકંઠ સ્વરૂપ અંગે કરેલી ટીપ્પણી બાદ સ્વામિનારાયણ સંતો દ્વારા મોરારીબાપુ માફી માંગે તેવુ જાહેર નિવેદન કરતા મામલો ગરમાયો હતો, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મોરારીબાપુની ટીકા કરવા ઉપરાંત તેમની વિરૂધ્ધ મોરચો માંડવાની તૈયારી કરવામાં આવી હતી, પણ હવે સ્વામી નારાયણ સંતો સામે વૈષ્ણવપંથી સાધુઓએ પણ મોરચો ખોલી મોરારીબાપુના સમર્થનમાં જાહેરમાં આવવાનું આહ્વાન કર્યુ છે.સાધુ સંતો દ્વારા ભાવનગરમાં સોમવારના રોજ એક સંમેલન બોલાવવામાં આવ્યુ છે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય સામે મોરચો માંડવાની વ્યુહ રચના ઘડી કાઢવામાં આવશે.

આ ઉપરાંત ભાવનગરના અગ્રણીય અને ભગવાન જગન્નાથની યાત્રાની આયોજન કરતા હરૂભાઈ ગોંડલીયાએ અમારા સંવાદદાતા સાથે વાત કરતા જણાવ્યુ હતું કે સ્વામીનારાણ સંપ્રદાયમાં જે કઈ ચાલી રહ્યુ છે તેની અમને જાણ છે, આ સંતો દ્વારા અનેક સ્થળે જમીન પચાવી પાડવી છે અને ધર્મના ઓથા હેઠળ રીતસર ધંધો ચલાવી રહ્યા છે સ્વામિનારાયણ સંતો વ્યાજ વટાવના ધંધા પણ કરે છે, તેમણે કહ્યુ કે સ્વામિનારાયણ સંતો સામે અનેક સ્થળે બાળકોના શોષણ અને દુષ્કર્મની ફરિયાદો પણ નોંધાયેલી છે. અને તે અંગે અમારી પાસે પુરાવા પણ છે, જો સ્વામિનારાયણ સંતો આ મામલે બોલવાનું બંધ કરશે નહીં તો ના છુટકે અમારી પાસે રહેલી વીડિયો કલીપો અમારે લોકો સામે મુકી આંદોલનની શરૂઆત કરવી પડશે.

તેમણે જણાવ્યુ હતું સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન રામ અને હનુમાનની મુર્તિ મુકવામાં આવે છે પણ સંતો તેમની કયારેય પુજા આરતી કરતા નથી, જયારે મોરારીબાપુએ પોતાના કંઠમાં વિષ ધારણ કરનાર શીવની વાત કરી છે તેમણે પોતાના પ્રવચનમાં નીલકંઠનો ઉલ્લેખ કર્યો છે કયાં તેમણે ભવગાન સ્વામિનારાયણનું નામ લીધુ નથી આમ છતાં સ્વામિનારાયણ સંતોએ જે પ્રકારે મોરારીબાપુ અંગે ઉચ્ચારણો કર્યા છે તેનાથી સમગ્ર હિન્દુ સમાજને એક મંચ ઉપર આવવાની ફરજ પડી છે, જુઓ હરૂભાઈ ગોંડલીયાએ શું કહ્યું.