મેરાન્યૂઝ નેટવર્ક.મોરબી: મોરબી જિલ્લાના જાલીડા ગામમાં આર સીસી રોડનું કામ ચાલતું હોય જેમાં વોર્ડનબર ૫ના વિસ્તારના ગ્રામ પંચાયતના સભ્યને કામમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાની જાણ થતા  તેણે પ્રથમ સરપચને ફરિયાદ કરી હતી જોકે સરપંચે ધ્યાન ન આપતા ગ્રામ પંચાયતના વોર્ડ ૫ના સભ્ય મહિલા તલાટી પાસે ગયા હતા અને જે કોન્ટ્રકટરને કામ સોપ્યું છે તેને આપવમાં આવેલા વર્ક ઓર્ડરની કોપી માંગી હતી જે બાબતે મહિલા તલાટીનો ગુસ્સો સાતમાં આસમાને પહોચ્યો હતો અને ગ્રામ પંચાયતના સભ્યને ગાળો ભાંડી ઓફિસમાંથી ધક્કા મારી કાઢી મુક્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાલીડા ગામના વોર્ડ ૫માં હાઈવેથી શીતળા માતાના મંદિર સુધી આર સીસી રોડનું કામ ચાલી રહ્યું છે આ કામમાં કોન્ટ્રકટર નબળી ગુણવતાનું કામ કરતો હોવાનું વોર્ડ ૫ સભ્ય લોહ વિસાભાઇ માણસરને જાણ થતા તેણે આ બાબતે સરપચનું ધ્યાન દોર્યું હતું જોકે સરપચ કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતો હોય અને તે પણ ભ્રષ્ટ્રાચારમાં સામેલ હોવાનો વોર્ડ સભ્યે આક્ષેપ કર્યો હતો આ ઘટના બાદ તેણે ગામના મહિલા તલાટી ચૌહાણને ફરિયાદ કરી હતી. અને આકામ જે કોન્ટ્રાક્ટરને સોપવામાં આવ્યું છે તે વર્ક ઓર્ડરની કોપીની માગણી કરી હતી જેનાથી મહિલા તલાટી ઉશ્કેરાઈ ગઈ હતી અને સભ્યને “તારે જ્યાં જવું હોય ત્યાં જા તને વર્ક ઓર્ડર આપવાનો થતો નથી અને તેને ખોટા કેસમાં ફીટ કરાવી દઈશ મારું કોઈ કાઈ નહી કરીલે મારી વગ બહુ મોટી છે હું કોઈનાથી બીતી નથી હું કહીશ તેમ થશે” તેમ કહી ગાળો ભાંડી ધક્કો મારી સભ્યને કચેરી બહાર કાઢી મુક્યો હતો સમગ્ર ઘટનાનો સભ્યે વિડીયો ઉર્તારી લીધો હતો અને વાયરલ કરી દેતા વાંકાનેર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.