મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : વાંકાનેરના સમથેરવા ગામ ખાતે સરકારી ખરાબાની વીડીમાં કટિંગ ટાણે જ આર. આર. સેલે દરોડો પાડ્યો હતો. જેને પગલે દારૂ ઉતારવા એકઠા થયેલા લોકો અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યા હતા. જોકે પોલીસે ટ્રકનાં ચોરખાનામાંથી રૂ 18.22 લાખનો દારૂ ઝડપી લઇને ટ્રક સહીત રૂ. 28,25,100 મુદામાલ કબ્જે કરી સુરેન્દ્રનગરના પીપળી ગામના શખ્સ અને ટ્રક ડ્રાયવર સહિતનાઓ સામે વાંકાનેર પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.

જાણવા મળતી વિગત અનુસાર, આર. આર. સેલને બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકાના સમથેરવાની સીમમાં સરકારી ખરાબાની વીડીમાં અમુક શખ્સો ટ્રકમાંથી દારૂનું કટિંગ કરી રહ્યા છે. બાતમીનાં આધારે આર. આર. સેલનો કાફલો દોડી ગયો હતો. અને આ બાતમી મુજબની જગ્યાએ વહેલી સવારે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન કટિંગ માટે એકઠા થયેલા લોકો પોલીસને જોઈ અંધારામાં નાસી છૂટ્યા હતા 

જો કે પોલીસે કબ્જે કરેલ ટ્રક ખોલીને જોતા અંદર એક ચોરખાનું મળી આવ્યું હતું. જેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 18,22,500 4860 બોટલ વિદેશી દારૂ, તથા ટ્રક તથા સહીત કુલ રૂ. 28,25,100 નો મુદ્દામાલ કબ્જે લીધો છે. 

પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના પીપળી ગામના વસંત કાનજી વાણીયા દ્વારા મંગવાયો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે વસંત અને ટ્રક ડ્રાઇવર તથા તપાસમાં જે ખુલે તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે. જો કે આર. આર. સેલના આ દરોડાથી સ્થાનિક પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.