મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: લોકસભા ચૂંટણીઓના ત્રીજા તબક્કાનું મતદાન આજે સવારે 7 વાગ્યે શરુ થયું હતું. ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત 13 રાજ્ય, 2 કેન્દ્ર શાસિત પ્રદેશની 116 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જેમાં ગુજરાતમાં અમિત શાહ તો કેરળના વાયનાડથી રાહુલ ગાંધીનું ભાવિ આજે ઇએવીએમમાં સીલ થશે. મતગણતરી 23 મે 2019ના રોજ થશે.

ગુજરાતની 26 બેઠકો પર થઇ રહેલા મતદાનમાં આજે વહેલી સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટથી મતદાન કર્યું હતું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માતા હિરાબાના આશિર્વાદ લઇ રાણીપ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. મોદીને માતા હિરાબાએ ભેટરૂપે માતાજીની ચૂંદડી આપી હતી.