મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગર: આગામી તારીખ 9 અને 10 ફેબ્રુઆરીના રોજ તળાજાના આહીર પરિવારમાં બે લગ્ન પ્રસંગ યોજાનાર છે. આ માટે સ્વાભાવિક રીતે પરિવાર દ્વારા કંકોત્રીઓ તૈયાર કરવામાં આવી છે. જો કે આ કંકોત્રી સામાન્યતઃ જોવા મળતી કંકોત્રીઓ કરતા અલગ છે. કારણ કે તેમાં લખવામાં આવ્યું છે કે, આગામી '2019ની ચૂંટણીમાં મોદીને વોટ, એ જ અમારો ઉપહાર' તેમજ આ કંકોત્રીમાં ભારતીય સૈન્યમાં આહિર રેજીમેન્ટ બનાવવાની માંગ પણ કરવામાં આવી છે. લગ્નકંકોત્રી છપાવનાર તળાજા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સુરતમાં પણ આવી જ કંકોત્રી છપાવવામાં આવી હતી. જેમાં પણ 2019 ની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને મત આપવાની અપીલ કરવામાં આવી હતી. ત્યારે હવે ભાવનગરના તળાજામાં પણ આવી જ કંકોત્રી જોવા મળતા ગુજરાતમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત હોવાનું સ્પષ્ટ થયું છે અને હજીપણ લગ્નની સિઝન ચાલુ છે ત્યારે ભવિષ્યમાં આવી વધુ કંકોત્રીઓ જોવા મળે તો પણ નવાઈ નહીં.