મેરાન્યૂઝ નેટવર્ક.આંધ્ર પ્રદેશઃ એક તરફ કોરોનાનો ભય છે ત્યાં અચાનક આજે આંધ્ર પ્રદેશમાં કેમિકલ ગેસ લીક (Visakhapatnam gas leak accident) થતાં લોકો ભયના માર્યા રોડ પર આવ્યા છે. ગેસ લીકેજથી 8 વ્યક્તિના મોત થયા છે. દુર્ઘટનામાં 5 હજારથી વધુ લોકો બીમાર પડ્યા છે. આંધ્રમાં ગેસ લીક થતાં ( Andhra Pradesh Gas Tragedy) બધી બાજુ પોતાનો જીવ બચાવવા અફરાતફરીનો માહોલ હતો. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતાં લોકો જ્યાં ત્યાં બેભાન થઈને પડ્યા હતા. બીમાર લોકોને ખભા પર નાંખીને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. વૃદ્ધ અને બળકોની હાલત વધુ ખરાબ છે. ઘટના વિશાખાપટ્ટનમ સ્થિત એલજી પોલિમર ઈંડસ્ટ્રી (LG Polymers Industry)માં ગુરુવારે બની હતી. અચાનક ગેસ ઘડતર થતાં પ્લાંટના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ફરી વળ્યો હતો.