મેરાન્યૂઝ નેટવર્ક.ન્યૂઝિલેન્ડઃ ભારતીય ટીમનો કપ્તાન લાંબા સમયથી ટેસ્ટ અને વન-ડેમાં ધાર્યું પર્ફોમન્સ આપી રહ્યો નથી. હાલ ટીમ ઈન્ડિયા ન્યૂઝિલેન્ડના પ્રવાસે છે. ટી 20 સીરીઝમાં સામેની ટીમને ધૂળ ચટાડ્યા બાદ ભારતને વનડે અને ટેસ્ટમાં હાર ચાખવી પડે તેવો ભય રહ્યો છે. હાલના પ્રવાસે કોહલીનું પરફોમન્સ જોઈએ એવું રહ્યું નહીં જેથી લોકો તેને નિશાન બનાવવા લાગ્યા છે. હવે કોહલી જ્યારે ફ્લોપ જઈ રહ્યો છે ત્યારે બીજી ટેસ્ટમાં પણ ખરાબ બેટિંગ કરી હતી જેને કારણે ઘણા લોકોએ તેને ટાર્ગેટ કરી દીધો હતો.

રવિવારે તે મેદાન પર ખુબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. જેનો વીડિયો પણ અહીં દર્શાવ્યો છે. તેણે કેટલાક લોકોના મોંઢામાંથી નીકળતા શબ્દો ગમ્યા ન હતા જેને કારણે તેણે દર્શકોને ચુપ થઈ જવાનો ઈશારો કર્યો હતો સાથે જ અપશબ્દો કહ્યા હતા.

આ મેચ દરમિયાન કેટલાક લોકોનું ટોળું સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ બુમો પાડી રહ્યું હોવાનું કહેવાય છે. આ વખતે કોહલીએ પહેલા તો ઘણો કાબુ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આખરે જ્યારે મહોમ્મદ શમીએ ટોમ લાથમને આઉટ કર્યો તો તે વખતે કોહલીએ આ કાબુ તોડી નાખ્યો અને દર્શકોને તે ટોળાને ઈશારો કરીને ચુપ થઈ જવાનું કહ્યું અને અપશબ્દો આપવાનું શરૂ કરી દીધું હતું. આ વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.