મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ નબળી બેટિંગને કારણે ટીમ ઈન્ડિયાને ક્રિસ્ટચર્ચ ટેસ્ટના ત્રીજા દિવસે કારમી હારનો સામનો કરવો પડ્યો. ન્યૂઝીલેન્ડે ભારતને માત્ર સાત વિકેટથી હરાવ્યું જ નહીં, પરંતુ ટેસ્ટ શ્રેણી 2-0થી પણ જીતી લીધી હતી. આ શરમજનક હાર બાદ કપ્તાન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકાર પર ગુસ્સો ઉતાર્યો હતો. હકીકતમાં, રમતના બીજા દિવસે કિવિ કપ્તાનની વિકેટ બાદ વિરાટ કેટલાક અપશબ્દો કહેતો જોવા મળ્યો હતો. આ પછી તેણે સ્ટેડિયમમાં હાજર ચાહકોને ઈશારો પણ કર્યો હતો. આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો.

પત્રકારે કોહલીને પુછ્યું કે, શું તમારે તમારી આક્રમકતાને અટકાવીને તમારી ટીમ માટે કોઈ દાખલો બેસાડવો જરૂરી છે. પત્રકારનો સવાલ સાંભળી કોહલી અકળાઈ ગયો અને તેણે પત્રકારને જ સામો સવાલ કર્યો કે તમને શું લાગે છે. પત્રકારે જવાબ આપ્યો, મેં તો તમને સવાલ કર્યો છે. વિરાટે કહ્યું, હું આપ પાસે જવાબ માગી રહ્યો છું. પત્રકારે કહ્યું કે આપે સારું ઉતાહરણ સ્થાપિત કરવાની જરૂર છે. પછી વિરાટે પોતાની વાત મુકી. આપકો એ સારી રીતે ખબર પડવી જોઈએ કે ત્યાં શું થયું હતું, તે પછી એક સારો સવાલ લઈને આવવું જોઈએ. મેં મેચના રેફરી સાથે વાત કરી લીધી છે, તમે અડધી જાણકારી સાથે જ અહીં આવી ન શકો, થેન્ક યૂ.

અન્ય સવાલોના જવાબમાં કોહલીએ કહ્યું કે આ પ્રદર્શન માટે કોઈ બહાનું નથી. કોહલીએ સ્વીકાર કર્યો કે બીજા દિવસે બોલીંગએ ટીમને વાપસી અપાવી હતી, પરંતુ બેટ્સમેન્સએ એક વાર ફરી નિરાશ કર્યા હતા. કોહલીએ મેચ બાદ કહ્યું કે, અમે તેને સ્વીકાર કરીએ છીએ અને જો આપણે વિદેશોમાં જીતવું હોય તો આમ કરવું પડશે. કોઈ બહાનું નહીં, બસ આગળ વધતા શીખી રહ્યા છીએ. ટેસ્ટ મેચમાં અમે એવી ગેમ ન રમી શક્યા જેવી રમવા માગતા હતા. બેટિંગમાં એટલા રન ન બનાવી શક્યા કે બોલીંગમાં આક્રમક સ્વરૂપ રાખી શકીએ. બોલીંગ સારી હતી, મને લાગે છે કે વેલિંગટનમાં પણ અમે સારી બોલીંગ કરી હતી.

એવોર્ડ વિતરણ સમારોહ દરમિયાન કોહલીએ કહ્યું કે, તેમની ટીમે તેની વ્યૂહરચના પર વિચાર કરવો પડશે. કોહલીએ કહ્યું હતું કે, પ્રથમ મેચમાં અમે પુરતી જોશ દર્શાવી શક્યા ન્હતા જ્યારે અહીં કે અમે મેચને પુરી કરી શક્યા ન હતા. અમે લાંબા સમય સુધી યોગ્ય લાઇન અને લેન્થ સાથે બોલિંગ કરવામાં અસમર્થ હતા, તેઓએ ખુબ પ્રેશર બનાવ્યું હતું. તે અમારી યોજનાનો અમલ કરી શકશે નહીં અને અમારી યોજનાને અમલમાં ન કરી શકે તેવું સંયોજન હતું. તેણે કહ્યું, નિરાશાજનક, તમારે બેસીને વિચારવું પડશે અને તે બાબતોને યોગ્ય કરવી પડશે.

પૂછવામાં આવ્યું કે, શું ટોસ હારવાની પણ અસર પડે છે, કોહલીએ કહ્યું, "ટોસ, તમને લાગે કે તે કોઈ મુદ્દો હોઈ શકે, પરંતુ અમે ફરિયાદ કરીશું નહીં." આનાથી દરેક ટેસ્ટમાં બોલર્સને વધારે ફાયદો મળ્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય ટીમ તરીકે અપેક્ષા હોય છે કે તમે તેને સમજી શકો.

'ડુ ઓર ડાઇ' ની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 242 રન બનાવી શકી હતી, પરંતુ ટીમે ન્યૂઝીલેન્ડને 235 રનમાં રોકી દીધી હતી. જો કે બીજી ઇનિંગ્સમાં ભારતીય બેટિંગનો ક્રમ માત્ર 124 રનના ભાંગી પડતાં ન્યૂઝીલેન્ડને 132 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.