મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં ભારતીય ક્રિકેટ ટીમે શનિવારે રાત્રે 5મી મેચની ટી-20 સીરીઝ 3-2થી પોતાના નામે કરી લીધી હતી. દુનિયાની નંબર 1 ટી-20 ટીમ ઈંગલેન્ડને 36 રનથી હરાવતા ભારત સતત છઠ્ઠી શ્રૃંખલા જીતી હતી. બંને ટીમ વચ્ચે 18 મેચમાં આ ભારતની 10મી જીત થઈ હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા આ હાઈવોલ્ટેજ મેચમાં ખેલાડીઓ વચ્ચે ટકરાવ પણ જોવા મળ્યો હતો.

ભારતીય ટીમે આ મેચમાં 2 વિકેટ ગુમાવીને રેકોર્ડ રન 224 બનાવ્યા હતા, જે ટી 20માં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમનો ચોથો સૌથી મોટો સ્કોર છે. 225 રનના પહાડ જેવા લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની ખરાબ શરૂઆતને ડેવિડ મલાન અને જોસ બટલર સંભાળવામાં લાગ્યા હતા. બંને વચ્ચે 82 બોલમાં 130 રનની ભાગીદારી બની ચુકી હતી.

મેચ ભારતીય ટીમના હાથથી નીકળતી નજરે પડી રહી હતી. ત્યારે જ વિરાટની એક ચાલે પુરી બાજી પલ્ટી નાખી. ભારતની ટીમનો સૌથી અનુભવી બોલર ભુવનેશ્વર કુમારને બોલ આપ્યો, તેણે પાંચમા બોલ પર જોરદાર રમી રહેલા બટલરને પંડ્યાના હાથે કેચ આઉટ કર્યો હતો. 34 બોલમાં 52 રન બનાવીને બટલરને પાછું જવાનું થયું. ત્યારે જોશથી ભરેલા કપ્તાન કોહલીએ બટલર પર કમેન્ટ કરી, જેને સાંભળીને પવેલિયન તરફ જઈ રહેલા અંગ્રેજ બેટ્સમેનએ પણ પલટીને જવાબ આપ્યો હતો.


 

 

 

 

 

જોસ બટલરના પવેલિયન જતાં વખતે કોહલી અમ્પાયર સાથે વાત કરતો નજરે પડ્યો. આ દરમિયાન પીચ પર ડેવિડ મલાન પણ હાજર હતો. કોહલી અને બટલર વચ્ચે કોઈ વાતને લઈને વાવાદ થયો? વિરાટે શું કહ્યું? બટલરે શું જવાબ આપ્યો? આવા ઘણા સવાલો પરથી પડદો ઉઠવાનો બાકી છે. એ પણ સ્પષ્ટ નથી કે મેદાન પર શબ્દોની આ લડાઈ કોણે શરૂ કરી હતી.

આ કેસ પછી તેને અનુચ્છેદ 2.5 અંતર્ગત એક આરોપી માનવામાં આવે તો મુશ્કેલી ઊભી થઈ જશે. ખરેખર આઈસીસીના ડિમેરિટ પોઈંટ સિસ્ટમ અંતર્ગત, હાલ ભારતીય કપ્તાનના બે ડિમેરિટ અંક છે. નિયમ મુજબ જો કોઈ ખેલાડી 24 મહિનામાં ચાર કે વધુ ડિમેરિટ પોઈંટ સુધી પહોંચે છે તો તે સસ્પેંશન પોઈંટ્સમાં બદલાઈ જાય છે. જો કોહલીને બંને અથવા તેનાથી વધુ ડિમેરિટ પોઈંટ મળ્યા તો તેના પર બે વન ડે મેચનો પ્રતિબંધ લાગી શકે છે. જોકે વર્તમાનમાં બટલર પાસે પણ એક એક્ટિવ ડિમેરિટ પોઈંટ છે. બંને સસ્પેન્સન પોઈંટના કારણે ખેલાડી પર એક ટેસ્ટ અથવા બે વન ડે ઈંટરનેશનલ અથવા બે ટી-20 ઈંટરનેશનલ માટે પ્રતિબંધ લાગે છે.