મેરાન્યૂઝ નેટવર્ક.વિરમગામઃ વિરમગામ તાલુકાના સોકલી ગામે બસ સ્ટેશન નજીકથી પસાર થતી રેલવે ટ્રેક પર ગત તા. 9 જુલાઇ શુક્રવારના રોજ સાંજે 4 કલાક અજાણ્યા પુરુષ આવી રહેલી ટ્રેનની નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી અંતિમ પગલું ભર્યું હતું. જે બાબતની જાણ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન થતા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. જે બાબતે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાયો હતો. 

મૃતક ઠક્કર દિલીપભાઈ નવીનચંદ્ર ઠક્કર (હાલ રહે સાણંદ મૂળ ચરલગામ) જે આર્થિક તંગીના કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાની નોટ મળી આવી હતી. પોલીસ તપાસમાં સુસાઇડ નોટમાં અલગ - અલગ વ્યાજખોરોને 30 % વ્યાજ ચૂકવતા હોય આર્થિક રીતે પડી ભાંગતા અંતિમ પગલું ભર્યું હોવાનું તપાસમા સામે આવ્યુ છે ત્યારે મૃતકના પત્નીએ હર્ષાબેન દિલીપભાઈ ઠક્કર નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવી છે. 

જેમાં વ્યાજખોરો દ્વારા માર્કેટિંગના કમીશનના લહેણી રકમ ખોટેખોટા ચેક રિટર્નના કેસો કરી અને લહેણી રકમનું 25 થી 30 ટકા વ્યાજ વસુલ કરી અને વ્યાજ સહીત નાણાની પઠાણી ઉધરાણી કરી મારી નાખવાની ધાક ધમકીઓ આપી બિવડાવી ગભરાવી માનસિક ત્રાસ આપી આરોપીઓ દ્વારા મૃતક પતિને આપઘાત કરવાનું આપઘાત કરવા મજબૂર દુષ્પ્રેરણ મામલે મૃતકના પત્નીને 6 શખ્સો આરોપીઓ માધુભાઇ તળશીભાઇ પરમાર-હાંસલપુર, દેવજીભાઈ ગાંડાભાઇ ચાવડા-વિરમગામ, નસીબખાન કરીમખાન મલેક-વિરમગામ, વાલજીભાઇ પોપટભાઇ ભરવાડ-વિરમગામ, પરષોતમભાઇ જીવાભાઇ ડોડીયા-વીસાવડી દસાડા, ભરતભાઇ વ્યાસ-અમદાવાદ નાઓ સામે દુષ્પ્રેરણ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

(અહેવાલ સહાભારઃ પીયૂષ ગજ્જર, રિપોર્ટર, વિરમગામ)