મેરાન્યૂઝ નેટવર્ક.વિરમગામઃ વિરમગામ નગરપાલિકા વોર્ડ -3 ના ભાજપના મહિલા સદસ્યના પતિ હાર્દિક રાઠોડ સહિત 3 શખ્સોએ ASI પર છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આરોપીઓ દ્વારા ફોનમાં પોલીસ અઘિકારી વિરુદ્ધના આક્ષેપ આવી અરજી બતાવી બળજબરીપૂર્વક પૈસા પડાવવા દબાણ કરતા પૈસા આપવાની ના પાડતા ASI પર છરી વડે  જીવલેણ હુમલો કરાયો હતો, ખીસ્સામાંથી ₹ 2200 ની લૂંટ કરી હતી જેની વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હાર્દિક રાઠોડ સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. નગરપાલિકા ભાજપના મહીલા સદસ્યના પતિ હાર્દિક રાઠોડની ઘરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય બે ફરાર ,વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરાઇ છે.

વિરમગામ નગરપાલિકામાં વોર્ડ નંબર 3માંથી ભાજપના મહીલા સદસ્ય ના  પતિ હાર્દિક રાઠોડ અને તેના અન્ય બે સાગરિતો દ્વારા વિરમગામ પોલીસ લાઈનમાં ASI વિરુદ્ધ આક્ષેપવાળી અરજી બાબતે એએસાઈ પાસે પતાવટ માટે હાર્દિક રાઠોડે પૈસાની માંગણી કરી હતી. જે નકારતા હાર્દિક રાઠોડ અને તેના સાગરિતો દ્વારા ઉશ્કેરાઈ જઈ એએસઆઈના ગળા ઉપર છરી રાખી ખીચામાં રહેલી રકમ કાઢી લીધી અને ગડદા પાટું સહિત છરીથી હુમલો કરી છાતી અને પેટના ભાગે ઇજાઓ પહોંચાડી ત્યારે એએસઆઈ દ્વારા બૂમાબૂમ કરતા પોલીસ ક્વાટર્સમાં રહેતા અન્ય પોલીસકર્મીઓ આવી પહોંચતા હાર્દિક રાઠોડને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેના અન્ય બે સાગરિતો ભાગી ગયા હતા. 

Advertisement


 

 

 

 

 

જ્યારે સમગ્ર બનાવ બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વિરમગામ ટાઉન પોલીસમાં ફરજ બજાવતા Asi હરેશભાઈ વાણીયા વિરુદ્ધ આક્ષેપવાળી લખેલ અરજી પોતાના મોબાઈલ ફોનમાં બતાવી આરોપી હાર્દિક ગીરીશભાઈ રાઠોડ દ્વારા ધાક ધમકી આપી અરજી બાબતે આગળ કાર્યવાહી ન કરવા બળજબરીથી પૈસા પડાવવા દબાણ કરેલ અને આરોપી હાર્દિકની સાથે આવેલ ધર્મેશ પારધી તથા અન્ય ઈસમ દ્વારા ઇરાદો પાર પાડવા પુર્વયોજીત કાવતરૂ કરી પૈસાની માંગણી કરતા Asi હરેશભાઈ દ્વારા પૈસા આપવાની ના પાડતા આરોપી ધર્મેશ પારધી તથા અજાણ્યા ઇસમે Asi હરેશભાઈ વાણીયા ને પકડી રાખી બંનેએ આરોપી હાર્દિક રાઠોડ ને છરી મારી પુરૂ કરી નાખ તેમ કહેતા હાર્દિક રાઠોડ ઉશ્કેરાઇ જઇ હરેશભાઈ વાણીયા ને મારી નાખવાના ઇરાદે ગળાના ભાગે છરી મુકી તથા ઢીકા પાટુનો માર મારી આરોપી હાર્દિક રાઠોડ નાએ છાતી તથા પેટના ભાગે છરી વડે ઘા કરી ઇજા કરી એ.એસ.આઇ હરેશભાઈ વાણીયા ની નાઇટીના ખીસ્સામા રહેલ રૂપિયા 2200/- ની લુટ કરવા બાબત ની ફરિયાદ વિરમગામ ટાઉન પોલીસ નોંધાઇ છે.સમગ્ર મામલે વિરમગામ ટાઉન PI એમ એ વાઘેલા વઘુ તપાસ હાથ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિરમગામ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમા જીતવા સ્થાનિક ભાજપના કહેવાથી બેફામ અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ બુટલેગરો, હપ્તાખોરો, માથાભારે તત્વો સાથે રાખી ભાજપે સ્પષ્ટ બહુમતિ હાસલ કરી હોવાની શહેરમા ચર્ચાઓ ફેલાઈ છે.


(અહેવાલ અને તસવીરોઃ પીયૂષ ગજ્જર, વિરમગામ)